મહારાષ્ટ્ર

લોણીકર અને વિવાદ: ‘અમે બધુ આપ્યું છે…’ નિવેદન પર ૧૦૦ વાર માફી માંગવા તૈયાર

મુંબઈ/જાલના: ‘અમે બધુ આપ્યું છે…’ એવા વિવાદાસ્પદ નિવેદન પરથી ચર્ચામાં આવેલા ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ લોણીકરે કંઇ પહેલી વખત આવું નથી કર્યું. તેમણે અગાઉ પણ ઘણી વખત પોતાના નિવેદનો દ્વારા વિવાદ વહોરી લીધો હતો.

તેઓ પોતાના રાજકીય વિરોધીઓને જ નહીં, પણ સરકારી અધિકારીઓને પણ છોડતા નથી. તાજેતરમાં વિવાદ ત્યારે થયો હતો જ્યારે તેમણે જાલના જિલ્લામાં પરતુરમાં ખેડૂતોની એક સભામાં કહ્યું હતું કે જે લોકો અમારી સરકાર અને અમારા પક્ષની ટીકા કરે છે તેઓને અમે જ કપડા, જૂતા, મોબાઇલ, યોજનાઓ દ્વારા નાણાં પૂરા પાડીએ છીએ.

આપણ વાંચો: પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી

આ નિવેદનને વિપક્ષો દ્વારા વખોડી કાઢ્યા બાદ અને મુખ્ય પ્રધાને દેવેન્દ્ર ફડણવીસે પણ તેમના પક્ષના નિવેદન પર વાંધો ઉઠાવીને તેને ‘અયોગ્ય’ ગણાવ્યું હતું. આ વચ્ચે ભૂતપૂર્વ પ્રધાન લોણીકરે પણ માફી માગી હતી અને કહ્યું હતું કે હું મારા શબ્દોને પાછા લઉં છું અને ૧૦૦ વખત માફી માગુ છું. ફેબ્રુઆરી, ૨૦૨૦માં પણ લોણીકરે સ્થાનિક તહેસિલદારને ‘હીરોઇન’ કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો.

‘ખેડૂતોને સરકાર પાસેથી ૨૫,૦૦૦ સહાય જોઇએ છે તો અમે ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ લોકો સાથેની સૌથી મોટી રેલીનું આયોજન કરી શકીએ છીએ. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના સભ્યો સહમત થાય તો અમે દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારને પણ બોલાવી શકીએ છીએ.

આપણ વાંચો: એક રૂપિયો તો ભિખારી પણ નથી લેતા, પાક વીમા પર વિવાદાસ્પદ નિવેદન બાદ કૃષિ પ્રધાન મુશ્કેલીમાં

તમે હીરોઇનનું નામ પણ આપી શકો છો. જો એવું ના કરવું હોય તો અમારી પાસે અમારા તહેસિલદાર મેડમ હીરોઇન જેવા છે’, એવું વિવાદાસ્પદ નિવેદન લોણીકરે તે સમયે આપ્યું હતું.

છત્રપતિ સંભાજીનગરમાં આવેલા તેમના બંગલાની વીજળી બિલ ન ભરવાને કારણે કાપી નાખવામાં આવી હતી અને લોણીકરે એમએસઇડીસીએલ એન્જિનિયરને કથિત ગાળો આપી હતી.

તેમના વચ્ચે થયેલી ચર્ચાની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઇ હતી. તેમણે અધિકારીને ઇન્કમ ટેક્સના દરોડા કરાવવાની ધમકી પણ આપી હતી અને ઝૂંપડપટ્ટીમાં લોકો ચોરીને વીજળી વાપરે છે તો તેમની વીજળી કેમ કાપવામાં આવતી નથી, એમ કહ્યું હતું.

અણછાજતી ભાષાનો ઉપયોગ કરવા માટે તેમની સામે એસસી/એસટી (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટી) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button