નાગપુરથી દિલ્હી જતા વિમાન સાથે પક્ષી અથડાયું, એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી

નાગપુરઃ નાગપુરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પંખી સાથે અથડાતા ખામી આવી હતી. જોકે, પોયલાટના કારણે મોટો અકસ્માત ટળી ગયો છે. આ ફ્લાઇટ 24 ઓક્ટોબરે નાગપુરથી દિલ્હીની તરફ જતી હતી. નાગપુરથી ટેકઓફ કર્યા બાદ એર ઇન્ડિયાનું વિમાને પંખી સાથે અથડાયું. પછી ક્રૂએ વિમાનને પાછું ફેરવવાનો નિર્ણય કર્યો હતો.
થોડીવાર પછી વિમાનને પાછું એરપોર્ટ પર લેન્ડ કરાયું અને સલામતી પ્રોટોકોલ અનુસાર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પંખી સાથે અથડાયાથી વિમાને ખામી આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી.
આપણ વાંચો: ઇન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી! બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત આવી, અનેક ઉડાનો રદ…
આ ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ શું કહ્યું?
ક્રૂ મેમ્બરના સતર્કતાના કારણે મોટી દર્ઘટના ટળી ગઈ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જો કે, સત્વરે નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં ના આવ્યું હોત તો દિલ્હી પહોંચતા પહેલા મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. આ ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ફ્લાઇટ AI466 ઉડાન ભર્યા પછી તરત જ પક્ષી અથડાયું હતું.
સાવચેતી રૂપે, માનક સંચાલન પ્રક્રિયા મુજબ ક્રૂએ વિમાન નિરીક્ષણ માટે નાગપુર પાછા ફરવાનું નક્કી કર્યું હતું. વિમાન નાગપુરમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું. વિમાનની તપાસ કરવા માટે હજી સમય લાગી શકે તેમ હોવાથી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. નાગપુરમાં અમારી ગ્રાઉન્ડ ટીમે મુસાફરોને ભોજન પીરસવા સહિત તાત્કાલિક સહાય પૂરી પાડી છે’.
મુસાફરોને તેમની ટિકિટનું ભાડું પાછું આપવામાં આવ્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ વિમાનમાં લગભર 150 જેટલા મુસાફરો સવાર હતાં. આ દરેક મુસાફરોને તેમની ટિકિટનું ભાડું પાછું આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. એરપોર્ટ પર પક્ષીઓ પર નજર રાખવા માટે 24 કલાક સ્ટાફ રાખવામાં આવે છે. પરંતુ રાત્રિના સમયે પક્ષીઓ મોટા ભાગે સ્પષ્ટપણે દેખાતા નથી.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, અત્યારે દિવાળીનો તહેવારમાં ફટાકડાના અવાજના કારણે પક્ષીઓ એરપોર્ટ પર વધારે રહેતા હોય છે. છેલ્લા એક મહિનામાં નાગપુર એરપોર્ટ પર પક્ષી અથડાવવાની આ બીજી ઘટના છે.



