RBIનો મોટો નિર્ણય! આ બેંક બંધ થશે
RBIએ અન્ય બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. RBIએ નાસિક જીલ્લા ગિરણા સહકારી બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. કારણ કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી. RBIએ આ જાણકારી આપી છે. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લાયસન્સ રદ થવાને કારણે બેંક બેંકિંગ વ્યવસાય કરી શકશે નહીં. સહકારી કમિશ્નર અને રજિસ્ટ્રાર, મહારાષ્ટ્રને વિન્ડિંગ અપ ઓર્ડર જારી કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે. બેંક બંધ થવા પર દરેક થાપણદાર તેમની થાપણોમાંથી પાંચ લાખ રૂપિયા સુધીની થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર બનશે. જે મુજબ બેંકના 99.92 ટકા થાપણદારો ડીઆઈસીજીસી પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.
રિઝર્વ બેંકે કહ્યું છે કે સહકારી બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી અને બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈની ‘ધ કપોલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’નું લાઇસન્સ રદ કર્યું હતું. આરબીઆઈએ કપોળ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે બેંક પાસે પૂરતી મૂડી નથી અને કમાણી કરવાની ક્ષમતા નથી.
રિઝર્વ બેંક બેંકીંગ ક્ષેત્રમાં મોટા પાયે સુધારા કરી રહી છે અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષઅફળ રહેલી બેંકો સામે પગલા ભરી રહી છે, જેને કારણે આગામી સમયમાં અન્ય કેટલીક બેંકોને પણ તાળા લાગી શકે છે.