મહારાષ્ટ્ર

લોકોએ ઊંચા વ્યાજ દરની લાલચ આપતી યોજનાઓનો શિકાર ન બનવું જોઈએ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના નાગરિકોને ઊંચા વ્યાજ દર આપવાની લાલચ આપતી યોજનાઓનો શિકાર ન બનવાની અપીલ કરી હતી.

ટોરેસ કૌભાંડ કેસ અંગે સભ્ય શશિકાંત શિંદે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપતા ફડણવીસ બોલી રહ્યા હતા.
ફડણવીસે જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ ચૂકવતી 99 ટકા યોજનાઓ છેતરપિંડીવાળી હોય છે. ફડણવીસે કહ્યું હતું કે કોઈ પણ આ રીતે વધુ પડતું વ્યાજ આપી શકે નહીં. બેંકના વ્યાજ દર કરતાં બે થી ચાર ટકા વધુ વ્યાજ ચૂકવવું શક્ય છે, પરંતુ તેનાથી વધુ કે વધારે વ્યાજ ચૂકવવાનું કોઈને પોસાય નહીં. તેથી, ઊંચા વ્યાજ દર આપતી આવી યોજનાઓ છેતરપિંડીભરી હોવાની શક્યતા રહેલી હોય છે. મુખ્ય પ્રધાને જનતાને અપીલ કરી હતી કે તેઓ તેમની છેતરપિંડીમાં ન ફસાય અને આવી કપટી યોજનાઓમાં રોકાણ ન કરે.

આ પણ વાંચો: Maharashtra Budget: અજિત પવારે મહારાષ્ટ્રનું રજૂ કર્યું અંદાજપત્ર, જાણો વિશેષતાઓ?

ઉપરાંત, એક પ્રશ્ર્નનો જવાબ આપતાં રાજ્યના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશ કદમે જણાવ્યું હતું કે, રાજ્યમાં રોકાણ અને નાણાકીય વ્યવહારોમાં રોકાયેલી સંસ્થાઓ પર નજર રાખવા માટે એક આર્થિક ગુપ્તચર એકમની સ્થાપના કરવામાં આવી રહી છે. ઉપરાંત, ટોરેસ કેસમાં છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોના પૈસા પરત કરવા માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button