બીડ જિલ્લાના સરપંચની હત્યા પ્રકરણ સુરેશ ધસે ફરી આક્રમક
14 કરોડ જનતાના મનમાં રોષ ભરાયેલો છે: હત્યારાઓ ફાંસીને માંચડે ચડશે પછી જ બધું થાળે પડશે
મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કરણ બાદ રાજ્ય આખામાંથી તમામ લોકોમાં ભારે પ્રમાણમાં રોષ જોવા મળ્યો છે. આ માત્ર ધનંજય દેશમુખ તેમનો ભાઈ છે એટલે નહીં, પણ 14 કોડ જનતાના મનમાં ગુસ્સો ભરાયેલો છે. જે હત્યા કરનારા છે એ તમામ લોકો જે દિવસે ફાંસીને માંચડે લટકશે ત્યારે બધું શાંત થશે, એવું ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે જણાવ્યું હતું. મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખ અને પરભણીના સોમનાથ સૂર્યવંશીનાં મૃત્યુની બંને ઘટનામાં ન્યાય મળે એ માટે મુંબઈમાં સર્વપક્ષીય જન આક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરચામાં દેશમુખના પરિવારજનો પણ હાજર હતા.
ખંડણી અને હત્યા પ્રકરણે આરોપી વાલ્મિક કરાડની સિટી સ્કેન તપાસ કરવામાં આવી. નિયમ પ્રમાણે જ્યારે આરોપી આવા નિયમમાં જે સવત આપી છે એ લેવાનો તેને અધિકાર છે. ધનંજય મુંડેના રાજીનામા અંગે હજી પણ તપાસ ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે જે ડિમાંડ કરવામાં આવે છે એ ઉજ્જવલ નિકમની નિમણૂક અને ફરાર આરોપીને ક્યાંયથી પણ સવલત આપવામાં આવશે નહીં, એવું ધસેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સરપંચ હત્યામાં સંડોવાયેલા લોકો માટે શિંદેએ મૃત્યુદંડની માગણી કરી; કહ્યું કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે
દરમિયાન વાલ્કિમ કરાડની સંપત્તિને તાબામાં લેવામાં આવ્યા બાદ હવે એકલા `આકા’ના નામ પર પ્રોપર્ટી નથી. આકા, બાકા, ચોકાના નામે પર પ્રોપર્ટી છે. પ્રોપર્ટી આલ્યામાંથી માલ્યાને ચાલી ગઇ છે, એવું ધસેએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી આવેલા આ મોરચા બાદ આંદોલનકારીઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય પ્રધાનને મળશે. હાલમાં તપાસની શી પરિસ્થિતિ છે એ અંગે ફોડ પાડવાની માગણી કરવામાં આવશે. ત્યાર બાદ આગળના આંદોલનની દિશા નક્કી થશે, એવું તેમણે જણાવ્યું હતું.
બીડનો મુદ્દો ઉકળી રહ્યો છે
પોલીસની કાર્યવાહી અને મુંડેએ બોલાવવી પડી બેઠક
મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ હત્યા પ્રકરણની તપાસ ચાલી રહી ચે ત્યારે પોલીસ ફોર્સ દ્વારા બે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. પરલીમાં મહાદેવ મુંડેના હત્યા પ્રકરણે તપાસ હવે પરલી પોલીસ પાસેથી ખેંચી લેવામાં આવી છે. આ તપાસ હવે એસપી લેવલના અધિકારીને આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમુખ હત્યા પ્રકરણની તપાસ માટે નીમવામાં આવેલી ખાસ તપાસ ટીમે વાલ્મિક કરાડની સંપત્તિને જપ્ત કરવાની હિલચાલ શરૂ કરી દીધી છે. એસઆઈટીએ બીડ વિશેષ કોર્ટમાં સંપત્તિ જપ્ત કરવાની પરવાનગી માટે અરજી કરી છે. એ પાર્શ્વભૂમિ પર રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન ધનંજય મુંડેએ પરલીમાં જગમિત્ર ઓફિસમાં એક બેઠક બોલાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: બીડના માર્યા ગયેલા સરપંચના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મળવાનો ઇનકાર કરવામાં આવ્યો: પંકજા મુંડે
એનસીપીના સ્થાનિક પદાધિકારીઓને આ અંગે મેસેજ મોકલવામાં આવ્યો હતો. ધનંજય મુંડે વિવિધ વિષય પર માર્ગદર્શન કરવાના હોઈ તમામ લોકોએ મોટી સંખ્યામાં હાજર રહેવું એવી વિનંતી કરવામાં આવી હતી. એનસીપીના તમામ પદાધિકારી, વિવિધ આઘાડીના પદાધિકારીને પણ સૂચિત કરવામાં આવ્યું હતું કે શનિવારે સાંજે પાંચ વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે. ધનંજય મુંડેના માર્ગદર્શન હેઠળ આ બેઠક બોલાવવામાં આવી હોઇ તમામ લોકોએ હાજર રહેવું, એવું મેસેજમાં લખવામાં આવ્યું હતું.