મહારાષ્ટ્ર

મહિલાની મારપીટ કર્યા બાદ લોજમાં ગુજાર્યો સામૂહિક બળાત્કાર: ચાર વિરુદ્ધ ગુનો દાખલ…

બીડ: પુણે જિલ્લાના બારામતીની મહિલાને નોકરી અપાવવાને બહાને બોલાવીને તેની મારપીટ કર્યા બાદ લોજમાં ત્રણ નરાધમોએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.પોલીસના જણાવ્યા અનુસાર આ કથિત ઘટના છ મહિના અગાઉ બની હતી અને આ પ્રકરણે થોડા દિવસ અગાઉ મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી મહિલાએ બીડ જિલ્લાના અંબાજોગાઇ ખાતે કલા કેન્દ્રમાં પીડિતાને નોકરી અપાવવાને બહાને બોલાવી હતી. પીડિતા ત્યાં આવ્યા બાદ આરોપી મહિલા તથા અન્ય બે શખસે તેની મારપીટ કરી હતી. પીડિતાને બાદમાં તેઓ એક લોજમાંં લઇ ગયા હતા, જ્યાં ત્રણ જણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

અંબાજોગાઇ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.પીડિતાએ તાજેતરમાં તેની માતાનો સંપર્ક સાધ્યો હતો, જે તાત્કાલિક અંબાજોગાઇ આવી પહોંચી હતી. તેણે પુત્રીનો છુટકારો કરાવ્યો હતો અને તેને બારામતી પાછી લઇ આવી હતી.

બારામતી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેસ વધુ તપાસ માટે મંગળવારે અંબાજોગાઇ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…લાતુરમાં સગીરા પર બળાત્કાર: કૅફેના જમીનમાલિક સામે ગુનો દાખલ…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button