ધરપકડ વહોરી લઈશું: બચ્ચુ કડુ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ધરપકડ વહોરી લઈશું: બચ્ચુ કડુ

નાગપુર: નાગપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાલી કરવાના હાઇકોર્ટના નિર્દેશ પછી પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ બુધવારે કહ્યું હતું કે વિરોધ કરી રહેલા ખેડૂતો આદેશનું પાલન કરશે અને જેલમાં પણ જશે, સરકારે જેલમાં જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.

બચ્ચુ કડુએ સાંજે કહ્યું હતું કે તેઓ પોલીસ અને કોર્ટની કાર્યવાહીનો સામનો કરીને ધરપકડ વહોરી લેશે, ભલે હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલ સાંજે છ વાગ્યાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય. ખેડૂત નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી પણ આંદોલનમાં સહભાગી થયા હતા.

આપણ વાચો: ખેડૂતોના પ્રશ્ર્નો આંદોલનો દ્વારા નહીં, વાતચીત દ્વારા ઉકેલો: ફડણવીસની ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુને સલાહ

બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ‘20 કિમી’ લાંબા ટ્રાફિક જામની જાતે જ નોંધ લીધી હતી, અને ‘મહા એલ્ગાર મોરચો’ કરી રહેલા કડુ અને તેમના સમર્થકોને સાંજે છ વાગ્યા સુધીમાં હાઇવે અને અન્ય રસ્તાઓ પરથી ખસી જવાનો નિર્દેશ આપ્યો હતો.

સભા પહેલાં બોલતા કડુએ કહ્યું કે તેઓ હાઇકોર્ટના આદેશનો અનાદર કરશે નહીં, પરંતુ વહીવટીતંત્રે તેમના માટે જેલમાં જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button