આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

લોકસભાની ચૂંટણી માટે આયુષ્માન ખુરાનાને સોંપી મોટી જવાબદારી, વીડિયો શેર કર્યો

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મતદારોને ચૂંટણી પ્રત્યે જાગૃત કરવા માટે અભિનેતા અને અભિનેત્રીઓ મારફત ચૂંટણી પંચ દ્વારા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાનમાં હવે બૉલીવૂડના જાણીતા સ્ટાર આયુષ્માન ખુરાના પણ સામેલ કરવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં યુવાનોને મતદાન કરવા માટે આગ્રહ કરવા અંગે ચૂંટણી પંચે યુથ આઇકન આયુષ્માન ખુરાનાની નિમણૂક કરી છે, જેથી હવે તે પણ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હોય એવું લાગી રહ્યું છે. ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયુષ્માન ખુરાના સાથે કૉલેબ કરીને એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બોલો કૉંગ્રેસના એક નેતાએ ચૂંટણી લડવા જમીન વેચવા કાઢી

ચૂંટણી પંચના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આયુષ્માન ખુરાના લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આયુષ્માન કહે છે કે લોકો વિચારે છે એક મત નહીં નાખવાથી શું થશે. મતદાન નહીં કરવા માટે 101 બહાના હોય છે, પણ મતદાન કરવા માટે માત્ર એક જ કારણ પૂરતું છે અને તે છે આપણી જવાબદારી અને દેશ અને આપના ભવિષ્ય માટે.

આ વીડિયોમાં આયુષ્માન કહે છે કે ચૂંટણીના દિવસે આપણે મોડે સુધી સુવા સાથે મિત્રો અને પરિવાર સાથે પિકનિક પર જવાના બહાના બનાવે છે, પણ આપણે બધાએ મતદાન કરીને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ભાગ લઈને જાગૃત નાગરિક બનવું જોઈએ.

આ પણ વાંચો : Lok Sabha Elections: VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માંગ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો

સંસદમાં દેશનું પ્રતિનિધિત્વ અને આપણી જરૂરિયાતોનું પ્રતિનિધિત્વ કરનાર નેતાઓને ચૂંટવાની શક્તિ આપણી પાસે છે. દરેક વોટ મહત્ત્વ ધરાવે છે અને તે જરૂરી હોય છે. ભારત જેવા લોકતાંત્રિક દેશમાં મતદાન સશક્તિકરણનું પ્રતિક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button