ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ઔરંગઝેબ વિવાદ નાગપુરમાં હિંસક બન્યો, અનેક પોલીસ કર્મી ઘાયલ, સીએમ ફડણવીસે શાંતિ જાળવવા અપીલ કરી

નાગપુર : મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મુદ્દે ચાલી રહેલો વિવાદ(Aurangzeb Controversy)નાગપુરમાં હિંસક બન્યો છે. જેમાં હિંદુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કબરને દુર કરવાની માંગ કરી રહ્યા છે. જેનો વિરોધ કરવા સોમવારે નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક સંગઠનોએ પ્રતીકાત્મક રીતે ઔરંગઝેબની કબરનું દહન કર્યું. જ્યારે ત્યારબાદ થયેલી હિંસામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. નાગપુરમાં 163 ધારા લાગુ પાડી પોલીસ પ્રશાસને અને લોકોને ઘરની બહાર નહીં નીકળવાનો અનુરોધ કર્યો છે.

મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું
ઔરંગઝેબની પ્રતીકાત્મક રીતે કબર દહન દરમિયાન ઉપયોગમાં લેવાતી ચાદર પર વિવાદ ઉભો થયો હતો. જેના કારણ કે મુસ્લિમ સમુદાયે દાવો કર્યો હતો કે ચાદર પર ધાર્મિક વસ્તુઓ લખેલી હતી. જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી. જેના લીધે નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજીની પ્રતિમા સામે મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.

શિવાજી પ્રતિમાની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત
જોકે, સ્થિતિને ગંભીરતાને જોતા નાગપુર પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને પ્રદર્શનકારીઓને ત્યાંથી દૂર કર્યા હતા. તેની બાદ મુસ્લિમ સમુદાયના લોકો ગણેશ પેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બજરંગ દળના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમજ સ્થિતિ ઘર્ષણજનક ન બને તે માટે પોલીસે શિવાજી પ્રતિમાની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ પણ વાંચો…લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને શાંતિ જાળવી અપીલ કરી
જ્યારે આ દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને શાંતિ જાળવી રાખવાની સાથે લોકોને કોઈ પણ પ્રકારની અફવાઓ નહીં ફેલાવવાની અપીલ કરી છે. આ ઉપરાંત પ્રશાસનને પણ સહકાર આપવાનો અનુરોધ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button