આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: કોંગ્રેસની 6 દિવસની જાણો યોજના, પ્રચારાર્થે કોણ કોણ આવશે?

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે મહાયુતિના સ્ટાર પ્રચારકો મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે હવે મહાવિકાસ આઘાડીના મુખ્ય પક્ષોના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે સજ્જ બન્યા છે. મહાવિકાસ આઘાડી (એમવીએ)માં અત્યારે ડ્રાઈવિંગ સીટ પરના પક્ષ કોંગ્રેસે આગામી છ દિવસ માટે કમર કસી લીધી છે. અલબત્ત, મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારના છેલ્લા ૬ દિવસમાં કોંગ્રેસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા જઈ રહી છે. આગામી છ દિવસમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસના મોટા ચહેરાઓ લગભગ નેવું બેઠક યોજવાના છે, જેમાંથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી લગભગ ૨૦ સભાઓ કરશે.

રાહુલ-પ્રિયંકા મળીને 10 સભાને ગજવશે
રાહુલ ગાંધી મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્રમાં ૬ સભા કરશે. પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રમાં બુધવારથી ચાર સભા કરશે. પ્રિયંકા વાયનાડમાં મતદાનના દિવસથી મહારાષ્ટ્રનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દસ રેલી માટે રણનીતિ બનાવી છે. કોંગ્રેસનું ખાસ ફોકસ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારો પર રહેશે.

ઇમરાન પ્રતાપગઢી, સચિન પાયલટ પણ સભાઓ કરશે
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ઇમરાન પ્રતાપગઢી અને સચિન પાયલટની સૌથી વધુ માંગ છે. ઈમરાનની વીસથી વધુ બેઠકો અને પાઈલટની લગભગ આઠ બેઠકો થશે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા પણ પ્રચારમાં જોવા મળશે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રની આ ત્રણ ડઝન બેઠકો પર બંને ગઠબંધન વચ્ચે રસપ્રદ જંગ, ગયા વખતે તફાવત 5000 થી ઓછો હતો…

17 નવેમ્બરે મુંબઈમાં મહાવિકાસ આઘાડીની સંયુક્ત બેઠક
આ ઉપરાંત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ૨૦ અને વરિષ્ઠ નેતા બાળા સાહેબ થોરાટ ૧૫ સભા કરશે. ૧૭ નવેમ્બરે મુંબઈમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવારના ટોચના નેતાઓની સંયુક્ત બેઠક થઈ શકે છે.
કોંગ્રેસે ૫ કરોડ લોકોને પાંચ મોટા વચનો સાથે મહાવિકાસ આઘાડીનું ગેરંટી કાર્ડ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપના ‘બટેંગે તો કટંગે’ ના નારાના જવાબમાં કોંગ્રેસે તેના નેતાઓ અને કાર્યકરોને લોકો સાથે તેમના મુદ્દાઓ વિશે વાત કરવાની સૂચના આપી છે અને ભાજપ પર તેમને વાસ્તવિક મુદ્દાથી દૂર કરવાનો આરોપ લગાવવા કહ્યું છે.

છેલ્લા તબક્કામાં કોંગ્રેસે આક્રમક રીતે ખેડૂતો માટે રૂ. ૩ લાખ સુધીની લોન માફી અને મહિલાને રૂ. ૩,૦૦૦ પ્રતિ માસ જેવા આકર્ષક વચનો આપવાની વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહરચનાથી કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી (એમવીએ)ને કેટલો ફાયદો થાય છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. જો કે, કોંગ્રેસને વિશ્વાસ છે કે જેમ તેના ગઠબંધને લોકસભા ચૂંટણીમાં ૪૮માંથી ૩૧ બેઠકો જીતી હતી, તેમ તે વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુ સારું પ્રદર્શન કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker