Assembly Election: NCP (SP) પછી કૉંગ્રેસે ૪૮ ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે? | મુંબઈ સમાચાર
loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election: NCP (SP) પછી કૉંગ્રેસે ૪૮ ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે?

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહા વિકાસ આઘાડી (MVA) માં સીટ ફાળવણી મુદ્દે ઉકેલ આવ્યા પછી ગઈકાલે ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) શિવસેના દ્વારા પહેલી યાદી જાહેર કર્યા પછી આજે શરદ પવારની એનસીપીએ યાદી જાહેર કરી, ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર કરી.

શરદ પવારની એનસીપી (NCP SP)દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ રાત્રે કૉંગ્રેસે તરફથી ૪૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં નાના પટોલેને સાકોલીથી, નસીમ ખાનને મુંબઈના ચાંદિવલીથી, અસ્લમ શેખને મલાડ પશ્ર્ચિમથી, વડ્ડેટીવારને બ્રહ્મપુરી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને કરાડ દક્ષિણથી ઉમેદવારી આપવામાં આવી છે, જયારે રાજ્યમાં અન્ય કયા ઉમેદવારોને કઈ બેઠક પરથી ટિકિટ આપી એ જાણીએ.

વિસ્તાર ઉમેદવારો

  • નાયગાંવ મિનલ નિરંજન પાટીલ (ખાટગાંવકર)
  • મીરા-ભાયંદર સૈયદ મુઝફ્ફર હુસૈન
  • મલાડ પશ્ચિમ અસ્લમ આર. શેખ
  • ચાંદીવલી મોહમ્મદ આરિફ નસીમ ખાન
  • ધારાવી (એસસી) ડૉ. જ્યોતિ એકનાથ ગાયકવાડ
  • મુંબાદેવી આમિન અમિરાલી પટેલ
  • શહાડ (એસટી) રાજેન્દ્રકુમાર કૃષ્ણરાવ ગાવિત
  • ધૂળે ગ્રામીણ કુનાલ રોહિદાસ પાટીલ
  • અમરાવતી ડૉ. સુનીલ દેશમુખ
  • તેઉસા યશોમતી ઠાકુર
  • સકોલી નાનાભાઉ ફાલગુનરાવ પટોલે
  • બ્રહ્માપુરી વિજય નામદેવરાવ વડ્ડેટીવાર
  • સંગમનેર વિજય બાલાસાહેબ થોરાત
  • લાતુર ગ્રામીણ ધીરજ વિલાસરાવ દેશમુખ
  • લાતુર શહેર અમિત વિલાસરાવ દેશમુખ
  • કરાડ દક્ષિણ પૃથ્વીરાજ ચવ્હાણ
  • કોલ્હાપુર દક્ષિણ રુતુરાજ સંજય પાટીલ
  • કારવિર રાહુલ પાંડુરંગ પાટીલ

સંબંધિત લેખો

Back to top button