મહારાષ્ટ્ર

આસામની મહિલા ટેટૂ આર્ટિસ્ટની આકોલામાં હત્યા: બોયફ્રેન્ડ ફરાર

અકોલા: આસામની 26 વર્ષની મહિલા ટેટૂ આર્ટિસ્ટનો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં મુર્તિજાપુર ખાતે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથામાં ઇજાના અનેક નિશાન હતા. મહિલાનો બોયફ્રેન્ડ આ ઘટના બાદ ફરાર હોઇ પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

મહિલાની ઓળખ શાંતિક્રિયા કાશ્યપ ઉર્ફે કોયલ તરીકે થઇ હોઇ તે મુર્તિજાપુર સ્થિત પ્રતીકનગર વિસ્તારમાંના એક ઘરમાં 24 જુલાઇએ મૃત અવસ્થામાં મળી આવી હતી અને તેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. શાંતિક્રિયા અહીં તેના બોયફ્રેન્ડ કુણાલ ઉર્ફે સની શ્રિંગારે (30) સાથે રહેતી હતી. કુણાલ મુખ્ય આરોપી છે અને તે ફરાર છે, એમ મુર્તિજાપુર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

શાંતિક્રિયા તેની માતા સાથે છેલ્લાં છ વર્ષથી દિલ્હીમાં રહેતી હતી અને તેણે ટેટૂ આર્ટના ક્ષેત્રમાં પોતાની જાતના સ્થાપિત કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક મહિનાથી મુંબઈમાં કામ કરતી હતી.

આ પણ વાંચો :Monsoon 2024: મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, યુપીમાં પાંચ દિવસ ભારે વરસાદ

શાંતિક્રિયા અને કુણાલ સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બન્યાં હતાં. તાજેતરમાં કુણાલે શાંતિક્રિયાને મુર્તિજાપુર બોલાવી હતી અને નોકરી મેળવી આપવાનું વચન આપ્યું હતું. તે 21 જુલાઇએ અહીં આવી હતી અને કુણાલ સાથે રહેવા લાગી હતી. કુણાલ સ્થાનિક બારમાં વેઇટર તરીકે કામ કરતો હતો અને અહીં એકલો રહેતો હતો. શાંતિક્રિયાને તે નોકરી માટે બારમાં લઇ ગયો હતો, પણ માલિકે નોકરી આપવાનો ઇનકાર કર્યો હતો.

કુણાલને દારૂ પીવાની ટેવ હતી અને 23 જુલાઇએ રાતે તેનો શાંતિક્રિયા સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા કુણાલે શાંતિક્રિયાના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. બીજે દિવસે સવારે પડોશીઓએ પોલીસને કૉલ કર્યો હતો અને કુણાલની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે જાણ કરી હતી. દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસે ઘરના દરવાજો તોડતાં અંદર શાંતિક્રિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button