આશા પારેખને નવાજાશે રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડથી
મુંબઈ: પીઢ અભિનેત્રી આશા પારેખને મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ‘કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’ જેવી અનેક હિંદી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરનારા આશા પારેશને આ ઍવોર્ડ આપવામાં આવશે, તેવી માહિતી એક સરકારી અધિકારીએ આપી હતી.
આ ઉપરાંત ‘સીઆઇડી’ સિરિયલના એસીપી પ્રદ્યુમ્નનું પાત્ર ભજવવા માટે જાણીતા તેમ જ અનેક સિરિયલ તેમ જ ફિલ્મોમાં દમદાર અભિનયથી પોતાની નોખી ઓળખ ઊભી કરનારા મરાઠી અભિનેતા શિવાજી સાટમને ‘ચિત્રપતિ વી.શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: 400 કરોડ કમાયા, પણ એમાંથી કાશ્મીરી હિંદુઓને કેટલા આપ્યા? આશા પારેખનો સવાલ
ઍવોર્ડ સમારંભ 21મી ઑગસ્ટના રોજ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણ્ીસ અને અજિત પવારની હાજરીમાં વરલીમાં આવેલા એનએસસીઆઇ ડોમ ખાતે યોજવામાં આવશે. અધિકારીએ આપેલી માહિતી અનુસાર ‘અંકુશ’ અને ‘તેઝાબ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનારા ડિરેક્ટર એન.ચંદ્રાને ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન ઍવોર્ડ’ એનાયત કરવામાં આવશે.