મહારાષ્ટ્રમાં ‘JN-1’ અને સારી રોગના દર્દીઓ વધતાં, કોવિડ ટાસ્ક ફોર્સે આપી મહત્ત્વની સૂચના
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકોમાં શરદી, તાવ અને ઉધરસનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે જ કોરોનાના (Corona Cases) ‘જેએન-1’ (JN-1) આ નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશ અને રાજ્યમાં કોરોનાની નવી લહેર આવ્યા પહેલા જ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. કોરોના સામે લડવા માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં કોરોનાને વિશે મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
ટાસ્ક ફોર્સે રાજ્યની દરેક હોસ્પિટલો અને ડોક્ટરોને દરેક કોરોના દર્દીઓને જરૂર ન હોય ત્યારે એન્ટિબાયોટીક્સ દવાઓ ન આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે ફરી કોરોના થઈ શકે છે માત્ર એવા જ દર્દીઓને એન્ટિબાયોટીક્સ આપવી એવો આદેશ ટાસ્ક ફોર્સે જાહેર કર્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરીથી વધારો થઈ રહ્યો છે. એવામાં નવા કોરોના દર્દીઓના વારંવાર બ્લડ ટેસ્ટ ન કરતાં ડૉક્ટરોની સલાહ મુજબ પ્રાથમિક તપાસ કરવી, એવી સૂચના ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવી છે. શરૂઆતમાં કોરોના કાળ દરમ્યાન કોરોનાને લીધે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનું અંતિમ સંસ્કાર પાલિકા અથવા હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવતું હતું, પણ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લીધે મૃત્યુ થયેલા દર્દીઓને મૃતદેહને તેમના પરિવાર પાસે સોપવામાં આવે છે.
શિયાળો શરૂ થતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતાં લોકોમાં શરદી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો જણાઈ રહ્યા છે. આ સાથે રાજ્યમાં સારી અને જેએન -1 આ કોરોના વેરિયન્ટના કેસમાં પણ મળી આવે છે, જેથી પ્રશાસન દ્વારા આ પ્રકારના લક્ષણોવાળા લોકો સામે ધ્યાન રાખવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. કોરોનાને લઈને ટાસ્ક ફોર્સ દ્વારા નવ મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
આ સૂચનામાં તાવ, શરદી અને ઉધરસ આ પ્રકારના લક્ષણો જેએન -1 દર્દીઓમાં પણ જોવા મળે છે. કોરોના જેવા ચેપી રોગવાળા દર્દીઓને એન્ટિબાયોટીક્સ અથવા એન્ટિવાઇરલ દવાઓ આપવી નહીં. તપાસ કરાવવા આવતા દરેક દર્દીઓની એચઆરટીસી સ્કૅન કરવું જરૂરી છે. સારી આ વેરિયન્ટના દર્દીઓનું વારંવાર એચઆરટીસી સ્કૅન કરવું નહીં. કોઈ પણ દર્દીઓને સ્ટેરૉઇડ્સ આપવા નહીં. ડિસ્ચાર્જ આપતી વખતે દર્દીઓની આરટીપીસીઆર ટેસ્ટ કરવી, કોરોનાના લક્ષણો જણાતા દર્દીને ત્રણ દિવસ અને સારીના લક્ષણો જાણતા દર્દીઓને પાંચ દિવસ સુધી રેમડેસિવિર ઈન્જેક્શન આપવું. આ પ્રકારની સૂચનાઓ ટાસ્ક ફોર્સે આપી હતી.