આમચી મુંબઈમહારાષ્ટ્ર

અરવિંદ સાવંતની શાઈના એનસી સંબંધી ટિપ્પણીનો વિવાદ

મુંબઈ: શિવસેના યુબીટીના નેતા અને મુંબઈ-દક્ષિણના સાંસદ અરવિંદ સાવંતે તાજેતરમાં શિવસેનાના નવા નેતા શાઈના એનસી વિશે ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો હતો. ઓનલાઈન ફરતા વીડિયોમાં, સાવંત મીડિયાને સંબોધિત કરતી વખતે શાઈનાને ‘માલ’ કહેતા સાંભળી શકાય છે.

કોંગ્રેસ નેતા અને મુંબાદેવીના વિધાનસભ્ય અમીન પટેલ ટિપ્પણી દરમિયાન સાવંતની પડખે ઉભા હતા. સાવંતને એવું કહેતા સાંભળવામાં આવે છે કે, ‘આયાતી નહીં ચલતા યહાં, આયાતી માલ નહીં ચલતા હમારે યહાં, હમારે યહાં અસલી માલ ચલતા હૈ, મૂળ માલ હૈ હમારા,’ જેનો અનુવાદ થાય છે, ‘આયાતી વસ્તુ અહીં સ્વીકારવામાં આવતી નથી, આયાતી માલ અહીં સ્વીકારવામાં આવતો નથી. અહીં મૂળ માલ સ્વીકારવામાં આવે છે, અમારો માલ અસલ છે.’

આ પણ વાંચો : બળવાખોરો ભાજપના હિતમાં કામ કરવા માટે રાજી થશે, તેઓ અમારા જ છે: દેવેન્દ્ર ફડણવીસ

શાઇના એનસીનો જવાબ
સાવંતની ટિપ્પણીએ વિવાદ સર્જ્યો છે, કારણ કે શાઇના આ તણાવ વચ્ચે મુંબાદેવીની રેસમાં છે. શિવસેનાના નેતાએ કરેલી મહિલાઓ સંબંધી અપમાનજનક ટિપ્પણી માટે આગામી ચૂંટણીઓમાં મતદારો તેમને પાઠ ભણાવશે, એવવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અરવિંદ સાવંત અને તેમની પાર્ટીની માનસિકતા દર્શાવે છે. શું તે મુંબાદેવીની દરેક સ્ત્રીને તેઓ ‘માલ’ માને છે? રાજકારણમાં સક્ષમ મહિલાનું વર્ણન કરવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરીને તે મહિલાઓ માટે કોઈ આદર બતાવતો નથી. હવે, તે સ્ત્રીને ‘માલ’ કહેવાના પરિણામોનો સામનો કરશે. હું આગળ પગલાં લઉં કે ન લઉં, જનતા સુનિશ્ર્ચિત કરશે કે તેને આ અપમાનના પરિણામોનો સામનો કરવો પડશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, અમારો પક્ષ રાષ્ટ્ર પ્રથમ, પક્ષ પછી અને વ્યક્તિગતને સૌથી છેલ્લે રાખવામાં માને છે. અમારો એજન્ડા મુંબઈમાં વિકાસને આગળ વધારવાનો અને મહારાષ્ટ્રને નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button