મહારાષ્ટ્ર

રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ખોતકરને ધમકી: સગીર તાબામાં

જાલના: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના નેતા અર્જુન ખોતકર તથા પુત્ર અભિમન્યુને સોશિયલ મીડિયા પર કથિત ધમકી આપવા બદલ જાલના જિલ્લાની પોલીસે સગીરને તાબામાં લીધો હતો.

આરોપીને અનેક ફૅક સોશિયલ મીડિયા અકાઉન્ટ તૈયાર કર્યા હતા અને ખોતકર તથા અભિમન્યુને ધમકી આપી હતી, એમ કદીમ જાલના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ માનેએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર મોતની ધમકી, બે ઇમેઇલમાં લખ્યું હતું, `આઇ કિલ યુ’

દરમિયાન ખોતકરે દાવો કર્યો હતો કે શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાના તાજેતરના તેના પ્રયાસને કારણે તેને ધમકીઓ મળી હશે.

મેં જમીન માફિયા અને આઇપીએલ બૅટિંગ સિન્ડિકેટ સામે અવાજ ઉઠાવ્યો છે. આથી મને ધમકી આપવામાં આવી રહી છે, પણ હું ગભરાઇશ નહીં, એમ ખોતકરે કહ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button