ખોતકરના પીએને કસ્ટડીમાં લો: કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રમુખ

મુંબઈ: ધુલેમાં થયેલા ‘રોકડ કૌભાંડ’એ દેવેન્દ્ર ફડણવીસ સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે ગુરુવારે જણાવ્યું હતું.
સપકાળનો આરોપ છે કે અંદાજ સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરના અંગત સહાયક (પીએ)ના રૂમમાંથી રોકડ મળી આવી હતી અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી.
આ પણ વાંચો: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ખોતકરને ધમકી: સગીર તાબામાં
ખોતકર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના વિધાનસભ્ય છે. ‘મુખ્ય પ્રધાને આ મામલે ખાસ તપાસ ટીમ બનાવવાની કોઈ જરૂર નથી. આ એક સ્પષ્ટ કેસ છે. સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરના પીએના રૂમમાંથી પૈસા મળી આવ્યા હતા. તપાસની ક્યાં જરૂર છે? ખોતકર, તેમના પીએ અને રોકડ મોકલનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવાની જરૂર છે, એમ સપકાળે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
‘ધૂળે ઘટનાએ ફડણવીસ સરકારમાં સત્તાનું માળખું ઉજાગર કર્યું છે. મંત્રાલયમાં ભ્રષ્ટાચાર અને સત્તા ગંધાય છે અને ત્રણ શક્તિ કેન્દ્રો દ્વારા આ ચલાવવામાં આવે છે. તેઓ લોન માફી અથવા લાડકી બહેન યોજના સહાયમાં વધારો જેવા મુદ્દાઓ પર લોકોના કલ્યાણ માટે કામ કરતા નથી. તેઓ ફક્ત નાગપુરથી કોંકણ સુધીના 80,000 કરોડ રૂપિયાના શક્તિપીઠ એક્સપ્રેસવેને આગળ વધારવામાં રસ ધરાવે છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.