મહારાષ્ટ્ર

મુંબઈ સહિત રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો

૨૦થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ઠંડીના ચમકારો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે મુંબઈમાં તાપમાનનો પારો નીચો ગયો હતો અને સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું. તો સમગ્ર રાજ્યમાં પણ મોટાભાગના જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અહમદનગરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦.૬ ડિગ્રી નોંધાયો હતો.

મુંબઈમાં છેલ્લા થોડા દિવસોથી રાતના અને વહેલી સવારના ઠંડક જણાઈ રહી હતી તો દિવસના સમયે ગરમી અને ઉકળાટ થઈ રહ્યો હતો. જોકે બે દિવસથી મુંબઈમાં ફરી વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે. દિવસના સમયમાં પણ ગરમીનું પ્રમાણ થોડું ઘટ્યું છે. મુંબઈમાં શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. હજી એક દિવસ પહેલા સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૯.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૮ ડિગ્રી વધારે હતું. દરમિયાન કોલાબામાં લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય રતા એક ડિગ્રી વધારે હતું. દિવસનામહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૨૯.૫ ડિગ્રી અને ૩૨.૭ ડિગ્રી મહત્ત તાપમાન નોંધાયું હતું.

આ વર્ષે મુંબઈમાં બહુ ખાસ નોંધનીય ઠંડી પડી નથી. લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સુધી જ નીચે ગયો હતો. તો હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ મુંબઈમાં શિયાળો પૂરો થઈ ગયો છે.

હવામાન ખાતાના કહેવા મુજબ કાશ્મીરમાં પડી રહેલા બરફની અસર મુંબઈ સહિત રાજ્યમાં જણાઈ રહી છે. ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે.

આ દરમિયાન હવામાન ખાતાના કહેવા મુજબ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા છે. ૨૦ કરતા વધુ જિલ્લામાં કરા અને બરફ પડવાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button