ઇથેનોલ મિશ્રણને કારણે ખાંડ સહકારી મંડળીઓની બેલેન્સ શીટ બદલાઈ ગઈ: અમિત શાહ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ઇથેનોલ મિશ્રણને કારણે ખાંડ સહકારી મંડળીઓની બેલેન્સ શીટ બદલાઈ ગઈ: અમિત શાહ

અહિલ્યાનગર (મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા પછી ઇથેનોલના પેટ્રોલમાં મિશ્રણથી ખાંડ મિલોની બેલેન્સ શીટમાં પરિવર્તન આવ્યું છે અને ભારતના ખાંડ સહકારી ક્ષેત્રને ઘણો ફાયદો થયો છે, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં ડો. વિઠ્ઠલરાવ વિખે પાટિલ સહકારી ખાંડ ફેક્ટરીની વિસ્તૃત ક્ષમતાનું ઉદ્ઘાટન કર્યા પછી ખેડૂત રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જેણે તેની પીલાણ ક્ષમતા દરરોજ 10,000 ટન શેરડી સુધી વધારી દીધી છે.

આપણ વાંચો: ત શાહે ફડણવીસ, શિંદે અને પવાર સાથે પોણી કલાક શું ચર્ચા કરી?

‘નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા પછી ખાંડ સહકારી ક્ષેત્રને ઘણો ફાયદો થયો છે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ખાંડની સહકારી મંડળીઓએ લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે આધુનિકીકરણ પર ધ્યાન આપવું જોઈએ.
શાહે કહ્યું હતું કે સરકારે ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

“ઇથેનોલ મિશ્રણથી ખાંડ મિલોની બેલેન્સ શીટ બદલાઈ ગઈ છે. જો કમાણીનો 20 ટકા હિસ્સો વિસ્તરણમાં ફરીથી રોકાણ કરવામાં આવે તો આવનારી પેઢીઓને ફાયદો થશે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: મિત શાહે સુરત મુલાકાતથી ‘એક કાંકરે માર્યા બે તીર’: નવરાત્રિમાં જાહેર થઈ શકે પ્રદેશપ્રમુખનું નામ…

શાહે ખાંડ સહકારી મંડળીઓને અપીલ કરી કે તેઓ ક્રશિંગ સિવાયની સીઝનમાં મલ્ટિ-ફીડ ઇથેનોલનું ઉત્પાદન કરે.
‘ક્રશિંગ સિવાયની સીઝન દરમિયાન, સહકારી મિલોએ બગડેલા શાકભાજી, મકાઈ અને ચોખાનો ઉપયોગ કરીને મલ્ટિ-ફીડ ઇથેનોલ યુનિટ સ્થાપિત કરવા જોઈએ.

એનસીડીસી (રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ) આવા અપગ્રેડેશન માટે લોન આપશે, અને ઇથેનોલ ઉત્પાદનને પ્રાથમિકતા આપતી સહકારી મિલોને પ્રાધાન્ય આપવામાં આવશે,’ એમ શાહે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button