કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ આપશે, અમિત શાહની ખાતરી

પુણે: રાજ્યના મરાઠવાડા સહિતના અનેક વિસ્તારોમાં પૂરને કારણે ફેલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મદદની માગણી થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહે એવી જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ કરશે, પરંતુ રાજ્ય સરકારે પંચનામાનો વિસ્તૃત અહેવાલ મોકલવો જોઈએ, ત્યારબાદ મદદની જાહેરાત કરવામાં આવશે.
શિરડીના સાંઈ મંદિરમાં પગે લાગ્યા બાદ અમિત શાહ પ્રવરલોણીમાં એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું પ્રવરનગરમાં આવ્યો છું. સહકારી ક્ષેત્રમાં આને પંઢરી માનવામાં આવે છે તેનું કારણ પદ્મશ્રી ડૉ. વિઠ્ઠલરાવ વિખે-પાટીલ છે. તેમણે આખું જીવન ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
આપણ વાંચો: હાયુતિ સરકારનો વિચિત્ર નિર્ણય! પૂર પીડિત ખેડૂતોને મદદ કરવા માટે, ખેતમજૂરો નું ખિસ્સું કાપશે
આ વર્ષેમહારાષ્ટ્રમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. 60 લાખ હેક્ટરથી વધુ ખેતીને નુકસાન થયું છે. આ વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારે શેર દ્વારા મહારાષ્ટ્ર સરકારને 3132 કરોડ આપ્યા છે, જેમાંથી વડા પ્રધાન મોદીએ એપ્રિલમાં 1631 કરોડ આપ્યા હતા.
મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને મદદ કરવા માટે પગલાં ભરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને 2215 કરોડનું ભંડોળ આપ્યું છે. જેમાં ખેડૂતોને રૂ. 10,000ની રોકડ સહાય, પચીસ કિલો અનાજનો સમાવેસ થાય છે. આ ઉપરાંત લોનની વસૂલાત બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.
આપણ વાંચો: પૂરથી પ્રભાવિત ખેડૂતોને કેન્દ્ર તરફથી મદદ મળી નથી: શરદ પવાર…
‘મહારાષ્ટ્ર સરકારમાં આ ત્રણ જ છે, તેમાંથી કોઈ વાણિયા (વેપારી) નથી. પરંતુ આ ત્રણેય જણ કોઈ વાણિયાથી ઓછા નથી. મને પદ્મશ્રી ડો. વિઠ્ઠલરાવ વિખેની પ્રતિમાના અનાવરણ માટે બોલાવવામાં આવ્યો હતો અને હવે પૂછવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે કેન્દ્ર સરકાર શું કરશે? દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની ગઈકાલે મારી સાથે મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી.
ત્યારબાદ મેં તેમને વડા પ્રધાન મોદી વતી ખાતરી આપી હતી કે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને થયેલા નુકસાનનો વિગતવાર અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવો જોઈએ. વડા પ્રધાન મોદી ખેડૂતોને મદદ કરવામાં કોઈ સમય બગાડશે નહીં, તેઓ મદદની જાહેરાત કરશે. કારણ કે મહારાષ્ટ્રના લોકોએ એવી સરકાર પસંદ કરી છે જે ખેડૂતોના હિતોનું ધ્યાન રાખશે,’ એમ અમિત શાહે કહ્યું હતું.