ઇન્ટરનેશનલનેશનલમહારાષ્ટ્ર

અમેરિકન મહિલાને ઝાડ સાથે સાંકળથી બાંધીઃ પોલીસે આ વ્યક્તિ સામે નોંધ્યો કેસ

મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલમાંથી અમેરિકન નાગરિક મહિલા સાંકળ વડે ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તેના ભૂતપૂર્વ પતિ સામે હત્યાનો પ્રયાસનો કેસ નોંધ્યો હતો. મહિલાએ હોસ્પિટલમાં લેખિતમાં આપેલા નિવેદનને આધારે પોલીસે (હત્યા કરવાના પ્રયાસનો) કેસ નોંધતા આ કિસ્સામાં નવો વળાંક આવ્યો છે.

મહિલાએ દાવો કર્યો હતો કે તેના ભૂતપૂર્વ પતિએ તેને સાનુર્લી ગામના જંગલમાં લોખંડની સાંકળ વડે બાંધી હતી અને ત્યાંથી તે ચાલ્યો ગયો હતો. મહિલાએ હોસ્પિટલમાં લખીને આપેલા નિવેદનને આધારે તેના ભૂતપૂર્વ પતિ સામે હત્યાનો પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ સિંધુદુર્ગ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: બહેનના અપહરણના કાવતરાની શંકા પરથી યુવકની હત્યાનો પ્રયાસ

જોકે, અમે મહિલાનું નિવેદન અત્યાર સુધી સત્તાવાર રીતે નોંધવામાં આવ્યું નથી. તેમ છતાં કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ભૂતપૂર્વ પતિ જંગલમાં બાંધીને જતો રહ્યો એવું મહિલાનું નિવેદન સાચું છે કે નહીં તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઇ રહી છે. મહિલા દ્વારા કરવામાં આવેલા દાવા અને તેના દ્વારા જે લખાયેલા લખાણની ચકાસણી થઇ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: પૂર્વ પત્નીની હત્યાનો પ્રયાસ: ગુજરાતથી આરોપી પકડાયો

મહિલા દ્વારા કરવામાં આવેલા દાવાની પોલીસ તપાસ કરી રહી છે કે તે સાચી છે કે નહીં. લેખિતમાં આપેલા દાવાની સંપૂર્ણ રીતે તપાસ પણ કરી રહ્યા છે. હાલના તબક્કે મહિલાની સારવાર ચાલી રહી છે, જ્યારે મહિલા સ્ક્રિઝોફેનિયાની દર્દી હોવાની પણ શંકા છે. આ કેસમાં વધુ તપાસ કરવા માટે તમિલનાડુ અને ગોવામાં તેના પતિ અને સંબંધીને પકડવા માટે મોકલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button