આંબેડકરના દર્શન ભાષણ કરતાં વધુ મહત્ત્વનું: એકનાથ શિંદે | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

આંબેડકરના દર્શન ભાષણ કરતાં વધુ મહત્ત્વનું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ચૈત્યભૂમિ ખાતે વક્તાઓની યાદીમાં નામ ન આવવા અંગે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ભાષણ આપવા કરતાં બી. આર. આંબેડકરના દર્શન વધુ મહત્ત્વનાં છે.

ચૈત્યભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકરના દર્શન કરવા કરતાં વધુ મહત્ત્વનું શું હોઈ શકે? ભાષણ કરવા કરતાં તેમના દર્શન વધુ મહત્ત્વના હતા, એમ શિંદેએ કહ્યું હતું.

આપણ વાંચો: એકનાથ શિંદેએ અજિત પવારની ફરિયાદ કરી અમિત શાહને નાણાં ખાતું ફાઇલ ક્લિયર કરવામાં સતત વિલંબ કરે છે એવી રાવ

અહીં ઉલ્લેખનીય છે કે મહાયુતિના ત્રણ સાથી પક્ષો વચ્ચે સંઘર્ષના અહેવાલો વચ્ચે શિંદેનું આ નિવેદન આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે જ એકનાથ શિંદેએ મહાયુતિમાં કોઈ સંઘર્ષ ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

Back to top button