ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

All The Best: આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષાનો આરંભ

16 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, પહેલી વાર ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થી આપશે પરીક્ષા

મુંબઈઃ આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. SSC બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી આ બોર્ડ પરીક્ષામાં લગભગ 16,09,445 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે, જેમાં 56 ટ્રાન્સજેન્ડર (તૃતીય પંથી) વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક વર્ષ 2023-24માં પેહલી વખત જ 56 ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થી દસમા ધોરણની પરીક્ષા આપશે. આ પરીક્ષા દરમિયાન કોઈ પણ ચોરી કે નકલ કરે નહીં તેના માટે રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર 271 ફ્લાઇંગ સ્કવોડ પણ તહેનાત કરી છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તેના માટે બોર્ડ દ્વારા વધુ કડક હાથે કામ કરવામાં આવશે. આ પરીક્ષા માટે પ્રશાસન દ્વારા 6,086 પરીક્ષા કેન્દ્ર તૈયાર રાખ્યા છે.

પહેલી માર્ચથી 26 માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે ફ્લાઇંગ સ્કવોડની નિમણૂક કરી છે. આ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને અડધો કલાક પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ વર્ષે એસએસસી બોર્ડ પરીક્ષાના પેપર બે સત્રમાં લેવામાં આવવાના છે. સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી પરીક્ષાનો સમય રહેશે જેમાં વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધુની 10 મિનિટ પણ આપવાની જાહેરાત પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષાને લઈને કોઈ પણ અફવા પર વિશ્વાસ નહીં કરે એનું પણ ધ્યાન રાખવાની અપીલ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button