મહારાષ્ટ્ર

અજિત પવારનું વિવાદાસ્પદ નિવેદન: ભાજપે પોતાને અળગું રાખ્યું

બાવનકુળેએ કહ્યું, અમારા માટે જનતા સર્વોપરી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના તાજેતરના નિવેદનને લઈને હોબાળો થયો છે. તાજેતરમાં તેમણે પોતાના મતવિસ્તાર બારામતીમાં એક સભા દરમિયાન નવો વિવાદ ઉભો કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે તમે મને મત આપ્યો છે તેનો અર્થ એ નથી કે તમે મારા ‘બોસ’ છો. તેમના નિવેદન બાદ અજિત પવાર અને તેમની પાર્ટીની ટીકા શરૂ થઈ ગઈ અને રાજ્ય સરકારની પણ ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: ‘મને મત આપ્યો એટલે તમે મારા બોસ નથી બની ગયા..’ બારામતીના મતદારો પર અજિત પવાર થયા નારાજ

અજિત પવારના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર સામે વધી રહેલી નારાજગીને ધ્યાનમાં રાખીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા ભાજપે આ નિવેદનથી પોતાને દૂર કરી દીધા છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે જનતા અમારા માટે સર્વોચ્ચ છે અને જનતાના મત અમારા માટે ઋણ છે. નાગપુરમાં બાવનકુળેએ કહ્યું હતું કે, અજિત પવારે શું કહ્યું તે મેં જોયું નથી, પરંતુ જનતા અમારા માટે સર્વોપરી છે, જનતા અમને ચૂંટે છે અને સરકારમાં મોકલે છે, જનતાએ અમારી સરકાર બનાવી છે, જનતાનો મત અમારા માટે ઋણસમાન છે, કેન્દ્રની મોદીજી અને રાજ્યની દેવેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું અને જનતાને સર્વોચ્ચ માનીને આગળ વધીશું.

આ પણ વાંચો: Delhi વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની એનસીપીની એન્ટ્રી, 11 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત

શું હતું અજિત પવારનું નિવેદન?
અજિત પવાર બારામતીમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે મંચની નીચે બેઠેલા કાર્યકરો સતત પત્રો આપીને તેમનું કામ કરવા માટે કહી રહ્યા હતા. પહેલા તો પવારે તેમની અવગણના કરી, પરંતુ જ્યારે ભાષણ દરમિયાન પણ આ ચાલુ રહ્યું, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને એક કાર્યકરને કહ્યું હતું કે, ‘તમે મને મત આપ્યો છે, તેનો અર્થ એ નથી કે તમે મારા ‘બોસ’ બની ગયા છો. શું તમે મને ખેત મજૂર બનાવ્યો છે?’

તમને જણાવી દઈએ કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ ભાજપ, શિવસેના અને એનસીપીએ મળીને 288માંથી 230 સીટો જીતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button