નેતાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના નિવેદનો સાંપ્રદાયિક વિખવાદ ન પેદા કરે: અજિત પવારની નિતેશ રાણેને સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુસ્લિમો વિશેના તેમના કેબિનેટ સાથી નિતેશ રાણેના નિવેદનને ‘ભ્રામક’ ગણાવતા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે રાજ્યના રાજકીય નેતાઓને વાણી પર સંયમ રાખવાની સલાહ આપી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા પવારે જણાવ્યું હતું કે જાહેરમાં કરવામા આવેલા નિવેદનો સાંપ્રદાયિક વિખવાદ ન પેદા કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.
તેઓ રાજ્યના પ્રધાન અને ભાજપ નેતા નિતેશ રાણેના તાજેતરના મુસ્લિમો છત્રપતિ શિવાજી મહારાજની સેનાનો ભાગ ન હતા એવા દાવા અંગેના પ્રશ્ર્નનો જવાબ આપી રહ્યા હતા.
પવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણની જન્મજયંતિ પર તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી કરાડમાં બોલી રહ્યા હતા.
આપણ વાંચો: 2047 સુધીમાં વિકસિત ભારતના PM Modiના વિઝનને મજબૂત બનાવતું બજેટ અજિત પવારે રજૂ કર્યું
‘રાજકીય વિભાજનની બંને બાજુના કેટલાક વ્યક્તિઓ ક્યારેક એવા નિવેદનો આપે છે જે મહારાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે હાનિકારક છે. ભૂતકાળમાં, રાજ્યના નેતાઓ હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરતા રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે કે વિવિધ સમુદાયો શાંતિપૂર્ણ રીતે સાથે રહે એમ તેમણે રાણેની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા કહ્યું હતું.
પવારે વધુમાં કહ્યું કે સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરતી વખતે શિવાજી મહારાજે ક્યારેય જાતિ કે સંપ્રદાયના આધારે કોઈની સાથે ભેદભાવ કર્યો ન હતો.
આપણ વાંચો: Maharashtra Budget: અજિત પવારે મહારાષ્ટ્રનું રજૂ કર્યું અંદાજપત્ર, જાણો વિશેષતાઓ?
‘રાજકીય નેતાઓ, ભલે સરકારમાં હોય કે વિપક્ષમાં, તેમણે નિવેદનો આપતી વખતે સાવધાની રાખવી જોઈએ, જેથી સાંપ્રદાયિક વિખવાદ ન સર્જાય. મહારાષ્ટ્ર મોટી સંખ્યામાં દેશભક્ત મુસ્લિમો વસવાટ કરે છે.
પુરાવા છે કે છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન, ઘણા મુસ્લિમોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેમના દારૂગોળો વિભાગની દેખરેખ કરનારાનો પણ સમાવેશ થાય છે,’ એમ પવારે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘આવા ભ્રામક નિવેદનો’ પાછળનો હેતુ તેમને સમજાયો ન હતો.