અજિત પવારના પુત્ર સાથે જોડાયેલી પેઢી દ્વારા રૂ. 300 કરોડના જમીન સોદોઃ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના અધ્યક્ષ અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર મફતના ભાવે જમીન પડાવી લેવાનો આરોપ લાગ્યા પછી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. વિપક્ષને આ મુદ્દે ટીકા કરવાની તક મળી છે, જ્યારે સત્તાધારીઓને પણ આ કેસમાં ગંભીરતા લાગી રહી છે. ખાસ કરીને અજિત પવારને નીચાજોણું કરાવનારી આ તક છોડવા કોઈ તૈયાર નથી.
પ્રથમ દૃષ્ટિએ ગંભીર લાગે છે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
જમીન સોદા અંગેના સવાલના જવાબમાં, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્રથમ દૃષ્ટિએ, મુદ્દો ગંભીર લાગે છે’ આ બાબતે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું, પ્રથમ નજરે, આ મુદ્દો ગંભીર લાગે છે. મેં સંબંધિત વિભાગો પાસેથી કેસ સંબંધિત બધી માહિતી માંગી છે. તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હું તેના વિશે અને બધી વિગતો મેળવ્યા પછી શું કાર્યવાહી કરવામાં આવશે તે વિશે કહી શકું છું.
આ પણ વાંચો : “તે ૨૩૦ કરોડ રૂપિયા ફ્રીઝ કરો”, જૈન બોર્ડિંગ જમીનનો સોદો રદ થતાં જ ધંગેકરનું મોટું નિવેદન…
સબ-રજિસ્ટ્રાર સસ્પેન્ડ, તપાસનો આદેશ
મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે સંકળાયેલા કથિત રૂ. 300 કરોડના જમીન સોદા અંગે સબ-રજિસ્ટ્રારને સસ્પેન્ડ કર્યા છે અને આ વ્યવહારની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ, ‘સરકારની માલિકીની મહાર વતન જમીન’ 40 એકર અમાડિયા એન્ટરપ્રાઇઝ એલએલપીને રૂ. 300 કરોડમાં વેચવામાં આવી હતી, અને તેના પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સરકારી જમીન હોવાથી, પ્લોટ ખાનગી પેઢીને વેચી શકાતો નથી.
રજિસ્ટ્રેશન વિભાગના ઈન્સ્પેક્ટર જનરલ રવિન્દ્ર બિનવાડેએ જણાવ્યું હતું કે સરકારી જમીન ખાનગી પેઢીને કેવી રીતે વેચવામાં આવી અને ધોરણો મુજબ છૂટ આપવામાં આવી કે નહીં તે જાણવા માટે તેમણે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
આ પણ વાંચો : ક્રિકેટર જમાઈ અને ઍક્ટર સસરાએ મળીને થાણેમાં ખરીદી સાત એકર જમીન…
માફીનો દાવો કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. સમિતિ એ પણ જોશે કે નોંધણી દરમિયાન કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તાત્કાલિક કાર્યવાહી તરીકે, અમે સબ-રજિસ્ટ્રારને સસ્પેન્ડ કર્યા છે કારણ કે, જો તે સરકારી જમીન હોય, તો એની નોંધણી થવી જોઈતી ન હતી, એમ તેમણે જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગના સૂત્રોએ દાવો કર્યો હતો કે ‘7/12ના ઉતારા’ પર, જે એક મુખ્ય મિલકત દસ્તાવેજ છે, તે જમીન ‘મુંબઈ સરકાર’ના નામે છે. પ્રોપર્ટી કાર્ડ માલિકોના નામ દર્શાવે છે, જે તેમણે ખાનગી પેઢીને વેચી દીધી હતી, એમ તેમણે જણાવ્યું હતું. પાર્થ પવારનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. પાર્થ પવાર ઉપરાંત, દિગ્વિજય પાટિલ, જેમના નામે નોંધણી થઈ છે, તે પેઢીમાં સહ-ભાગીદાર છે.
કેવી રીતે બહાર આવ્યું આખું પ્રકરણ
આરટીઆઈ કાર્યકર્તા વિજય કુંભારના જણાવ્યા અનુસાર, પુણેના ઉચ્ચ બજાર મુંધવા વિસ્તારમાં એક જમીન પાર્થ પવાર સાથે જોડાયેલી કંપની દ્વારા આશરે 300 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી, તેમ છતાં તેનો બજાર ભાવ નોંધપાત્ર રીતે વધારે હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સોદા પર 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી હતી. કેટલાક લોકો બીજા કરતા વધુ સમાન કેમ છે? તેમણે બુધવારે એક સોશિયલ પોસ્ટમાં પૂછ્યું હતું.
આ પણ વાંચો : જમીન ખરીદદારો સાથે આચરી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી
અંજલિ દમણિયા લેખિત ફરિયાદ કરશે
પત્રકારો સાથે વાત કરતા, ભાજપના મંત્રીએ જણાવ્યું હતું કે કાર્યકર્તા અંજલિ દમણિયાએ તેમને આ કથિત વ્યવહાર વિશે જાણ કરવા માટે ફોન કર્યો હતો અને તેઓ 11 નવેમ્બર સુધીમાં તેમની પાસે લેખિત ફરિયાદ નોંધાવશે.
‘ઉદ્યોગ વિભાગ, ચોક્કસ ઉદ્યોગોને પ્રોત્સસાહન આપતી વખતે, માફી અથવા રાહતો આપે છે. તે વિભાગે બધી સંબંધિત વિગતો પૂરી પાડવી પડશે. હમણાં કોઈ નિવેદન આપવાને બદલે, હું 11 નવેમ્બર સુધી રાહ જોઈશ જ્યારે દમણિયા તેમના દસ્તાવેજો રજૂ કરશે,’ એમ તેમણે કહ્યું હતું.
ફક્ત 27 દિવસમાં 1,800 કરોડની જમીનનો વ્યવહાર: શિવસેના (યુબીટી)
શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ દાવો કર્યો હતો કે ખાનગી કંપની દ્વારા ખરીદાયેલી જમીન રૂ. 1,800 કરોડની છે. તેમણે કહ્યું કે કંપનીએ 22 એપ્રિલે આઈટી પાર્ક સ્થાપવા માટેનો ઠરાવ પસાર કર્યો અને ‘1 લાખ રૂપિયાની મૂડી’ હોવા છતાં સરકારને દરખાસ્ત રજૂ કરી.
આ પણ વાંચો : અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટ સાથે કેરટેકરે બારોબાર મસ્જિદનો સોદો કરી દીધો…
દાનવેએ એવો પણ આરોપ લગાવ્યો કે વ્યવહાર ફક્ત 27 દિવસમાં પૂર્ણ થઈ ગયો હતો, અને ઉદ્યોગ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દીધી હતી. ‘અગાઉ, અજિત પવારે કહ્યું હતું કે લોકોને બધું મફતમાં જોઈએ છે. જો એવું હોય, તો તેઓ તે (જમીન) મફતમાં કેમ માંગે છે?‘ એવો સવાલ તેમણે કર્યો હતો.
ફરિયાદ મળ્યા બાદ જ ‘જમીન સોદા’ની તપાસ: બાવનકુળે
મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે ખાતરી આપી હતી કે તેમનો વિભાગ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી કંપની સાથે સંકળાયેલા કથિત જમીન સોદાની તપાસ ફરિયાદ મળ્યા બાદ જ કરશે.
પત્રકારો સાથે વાત કરતા, ભાજપના મંત્રીએ જણાવ્યું હતું કે કાર્યકર અંજલી દમણિયાએ તેમને કથિત વ્યવહાર વિશે જાણ કરવા માટે દિવસની શરૂઆતમાં ફોન કર્યો હતો અને તેઓ 11 નવેમ્બર સુધીમાં તેમની પાસે લેખિત ફરિયાદ નોંધાવશે.
બાવનકુળેએ કહ્યું કે સ્ટેમ્પ ડ્યુટી માફીનો મામલો ઉદ્યોગ વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે. ઉદ્યોગ વિભાગ, ચોક્કસ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વખતે માફી અથવા રાહત આપે છે. તે વિભાગે બધી સંબંધિત વિગતો પૂરી પાડવી પડશે.
આ પણ વાંચો : જૈન સમુદાયે એકસાથે 186 લક્ઝરી કાર ખરીદી, રૂ.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું
હમણાં કોઈ નિવેદન આપવાને બદલે, હું 11 નવેમ્બર સુધી રાહ જોઈશ જ્યારે દમણિયા તેમના દસ્તાવેજો રજૂ કરશે. ‘પછી મહેસૂલ વિભાગ તેમની તપાસ કરશે અને ઉદ્યોગ વિભાગ પાસેથી માહિતી માંગશે કે શું સરકારની આઇટી નીતિના માળખામાં કોઈ માફી આપવામાં આવી હતી. બાવનકુળેએ કહ્યું હતું કે ઔપચારિક ફરિયાદ વિના તેમનો વિભાગ કોઈ તપાસ શરૂ કરી શકતો નથી.
ન્યાયિક તપાસ કરાવો: વડેટ્ટીવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે જમીન સોદાની ન્યાયિક તપાસની માગણી કરી હતી અને એવો દાવો કર્યો કે તે કાયદાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું છે.
‘નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની દ્વારા જમીન ખરીદીની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. આ સરકારી જમીન છે, અને આ બાબતે મહેસૂલ વિભાગના કોઈપણ નિર્ણય વિના તેને વેચી દેવામાં આવી છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
આ વ્યવહાર રદ થવો જોઈએ અને આ કેસમાં જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.



