મહારાષ્ટ્ર

મહાયુતિમાં ઓછી બેઠકો મળશે: જૂથવાદ ઘટાડવા અજિત પવારની મહત્ત્વની બેઠક…

પુણે: છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) વિરુદ્ધ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) એવું ચિત્ર જોવા મળી રહ્યું છે, તેમાં મહાર વતન જમીન ખરીદી કેસનો ઉમેરો થયો છે. જોકે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પુણેમાં એનસીપીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી, જ્યાં તેમણે જૂથવાદ અને સાથી પક્ષો સાથેના ઘર્ષણને ઓછો કરવા પર ભાર મૂક્યો.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પુણે સ્થિત તેમની ઓફિસમાં ખેડ, શિરુર, દૌંડ અને જુન્નાર તાલુકાના પદાધિકારીઓ અને મહત્વપૂર્ણ કાર્યકરોની એક બેઠક યોજી હતી, જેથી જૂથવાદ અને સાથી પક્ષો સાથેના ઘર્ષણને ઓછું કરી શકાય. બેઠકમાં તેમના મંતવ્યો માંગવામાં આવ્યા હતા.

દરમિયાન ચાકણમાં એકનાથ શિંદે જૂથનાં વિજયા જાધવ આ વખતે એનસીપીમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. પહેલા તબક્કામાં નગર પરિષદ અને નગર પંચાયત, બીજા તબક્કામાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અને અંતે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.

ગઠબંધનમાં લડવા અંગે કોઈ સંકેત નથી
રાજ્યમાં ભલે મહાવિકાસ આઘાડી (એમવીએ) અથવા મહાયુતિ અસ્તિત્વમાં હોય તેમ છતાં સ્થાનિક સ્તરે નગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ માટે આ આઘાડી અથવા મહાયુતિ કેટલી સક્રિય રહેશે તે વિશે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં, કોઈ પણ પક્ષે સ્થાનિક સ્તરે પોતાના દમ પર લડવું કે ગઠબંધનમાં લડવું તે અંગે કોઈ સંકેત આપ્યો નથી. તેથી, હવે શું કરવું તે અંગે ઉમેદવારોમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ સંદર્ભમાં ભાજપે કોઈની મદદ વગર નગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીમાં જીત કેવી રીતે મેળવવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રયાસો શરૂ કરી દીધા છે.

હાલના તબક્કે ભાજપમાં ઇનકમિંગ ચાલુ
કેટલાક સ્થળોએ આરક્ષણને કારણે ઘણા લોકોના ગણિત બગડ્યા છે. બીજી તરફ, ભાજપમાં ઇનકમિંગ ચાલુ છે. પોતાના જ વોર્ડ અને જૂથના સ્વપક્ષના હરીફ જો બીજા પક્ષમાં ગયા હોય અને ભવિષ્યમાં મહાયુતિ તરીકે લડવાનું નક્કી થાય તો આપણને ઉમેદવારી મળશે કે નહીં, એની ઈચ્છુકોને ચિંતા છે.

​આ ઉપરાંત, પક્ષમાં સ્થાનિક સ્તરે જૂથવાદ પણ ઉભરી રહ્યો છે. બે-ત્રણ દિવસ પહેલાં જ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની અધ્યક્ષતામાં રાજ્યના રાષ્ટ્રવાદીના જિલ્લા પ્રમુખો અને મહત્ત્વના પદાધિકારીઓની મુંબઈમાં યોજાયેલી બેઠકમાં પુણે જિલ્લાના ખેડ, આળંદી, શિરુર, દૌંડ, જુન્નર અને ભોર તાલુકાના કેટલાક પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવા માટે સંબંધિત પદાધિકારીઓએ પવાર પાસે સમય માંગ્યો હતો.

દરમિયાન, એવું માનવામાં આવે છે કે અજિત પવારે સ્થાનિક સ્તરે ભાજપ સાથે જોડાણ કરવાનો નિર્ણય લેવાના આદેશો આપ્યા છે. મહાગઠબંધન સરકાર ત્રણ પક્ષોની છે, તેથી ફાળવવામાં આવેલી બેઠકો ઓછી છે. જેમને નામાંકિત કરી શકાતા નથી તેમને જિલ્લા આયોજન સમિતિ સહિત અન્ય સમિતિઓમાં સમાવવામાં આવશે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.

આ પણ વાંચો…પાર્થ પવારની કંપની દ્વારા વધુ એક કૌભાંડ: ડેરી વિભાગની 40 હેક્ટર જમીનની ઉચાપતનો આરોપ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button