એમને ટાયરમાં નાખીને ફટકા આપો: અજિત પવાર | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

એમને ટાયરમાં નાખીને ફટકા આપો: અજિત પવાર

બારામતી: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. બારામતીમાં બોલતી વખતે, તેમણે ફરી એકવાર સ્પષ્ટ શબ્દોમાં શહેરના રહેવાસીઓને ગંભીર ચેતવણી આપી છે. નાયબ મુખ્ય પ્રધાને નિયમો તોડનારા બારામતીના લોકોને આ ચેતવણી આપી હતી. તેઓ બારામતીમાં એક હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

અજિત પવારે ખોટી દિશામાં વાહન ચલાવનારાઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ક્યારેક મોટરસાયકલ સવારો આસપાસ જોતા હોય છે અને ધીમે ધીમે ઓવરટેક કરીને રોંગ સાઈડ જાય છે. જો આવી વ્યક્તિ મળે, તો તેના પિતા ગમે તેટલા મોટા હોય, તે તેને ટાયરમાં બાંધીને એવી રીતે મારવાનું કે તેને દસ પેઢીઓ યાદ રહે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: પાલિકાના ઠરાવ દ્વારા દારૂના લાઇસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી: અજિત પવારે વિધાનસભાને જણાવ્યું…

‘જ્યાં લોકોને બેસવાની જગ્યા રાખવામાં આવી છે, ત્યાં એક માણસ મોટરસાયકલ પર આરામથી બેસીને લોકો સાથે ગપાટા મારતો હતો. મેં કાર ઊભી રાખીને પોલીસને તેની બાઈક જપ્ક કરવાનું કહ્યું. તો તે કહેવા લાગ્યો કે ભૂલ થઈ ગઈ છે,’ એવા શબ્દોમાં અજિત પવારે આ સમયે પોતાને થયેલો અનુભવ વર્ણવ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે ‘કોઈએ નિયમો તોડવા જોઈએ નહીં. અજિત પવાર હોય કે અજિત પવારના કોઈ સંબંધી, નિયમો બધા માટે સરખા છે. હું જે પણ કરું છું, તે હું બારામતીના લોકો માટે કરું છું. નિયમોનો ભંગકરનારા વાહનચાલકો હોય કે પછી રસ્તા પર ઢોર ચરવા છોડી દેનારા હોય બધા સામે ગુના નોંધો એવો સ્પષ્ટ આદેશ તેમણે આપ્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button