Dy. CM Ajit Pawarએ કરી આ ઘોષણા અને વિધાનસભામાં લાગ્યા જય શ્રીરામના નારા…

મુંબઈઃ રાજ્યના વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે એવી ઘોષણા કરી હતી કે આખું ગૃહ જય શ્રીરામના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આવો જોઈએ શું છે આ ઘોષણા…
બાવીસમી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્ય સહિત દેશભરમાંથી ભક્તો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે. આ ભક્તો માટે જ રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે રાજ્યમાં વચગાળાનું બજેટ દરમિયાન શ્રીનગર અને અયોધ્યા ખાતે મહારાષ્ટ્ર ભવન બાંધવાની જાહેરાત અજિત પવાર દ્વારા કરવામાં આવી હતી અને આ માટે રૂપિયા 77 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અજિત પવારની જાહેરાત બાદ વિધાન સભામાં જય શ્રીરામની ઘોષણા શરૂ થઈ ગઈ હતી.
નાણાં પ્રધાન અજિત પવારે અયોધ્યા ખાતે મહારાષ્ટ્ર ભવન ઊભું કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી અને એ સાથે સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ મહારાષ્ટ્ર ભવન ઊભું કરવાની ઘોષણા કરી હતી.
રાજ્યના પર્યટકો અને ભક્તોને રાહતના દરે સારી સુવિધાઓ મળે એ માટે શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને અયોધ્યા ખાતે મહારાષ્ટ ભવન બાંધવાની જાહેરાત કરી હતી. આ બંને ઠેકાણે રાજ્ય સરકારે એકદમ મોકાની જગ્યા પર જગ્યા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે અને આ માટે 77 કરોડ રૂપિયાની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, એવું પણ પવારે વધુમાં જણાવ્યું હતું.