અજંતાનો ધોધ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર, વાયરલ તસવીરો જોશો તો દંગ રહી જશો | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

અજંતાનો ધોધ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર, વાયરલ તસવીરો જોશો તો દંગ રહી જશો

મુંબઈઃ આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા લોકો છે જેઓ પોતાના રોજિંદા જીવનમાં ખુશ છે, અને બીજા એવા લોકો છે જેમને દુનિયાના વિવિધ સ્થળે ફરવાનું અને ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય માણવાનું ગમે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જેમને મુસાફરી કરવી ગમે છે, તો તમને આ વીડિયો ચોક્કસ ગમશે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અને શક્ય છે કે તેને જોયા પછી તમને તે સ્થળની મુલાકાત લેવાનું મન થાય. હાલમાં જે તસવીરો પણ વાયરલ થઈ છે તે મહારાષ્ટ્રનો છે. ચાલો જાણીએ તે ક્યાંનો છે અને ત્યાંની શું વિશેષતા છે.

વાયરલ તસવીરોમાં શું દેખાય છે?

હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો એક ધોધનો છે. વીડિયોમાં અલગ અલગ રસ્તાઓ પરથી પાણી એક જ જગ્યાએ ધોધરૂપે પડતું જોવા મળે છે, જે મનોહર લાગે છે. જ્યારે તમે આ વીડિયો જોશો, ત્યારે તમને પણ આ જગ્યાએ જવાનું અને આ ધોધને આ રીતે વહેતો જોવાનું મન થઇ જશે. ધોધનો આ વાયરલ વીડિયો અજંતાની ગુફાઓનો છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ બીજી તરફ આ વરસાદને કારણે અહીંની જાણીતી અજંતા ગુફાઓનો ધોધ સંપૂર્ણપણે છલકાઈ ગયો છે.

છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે અને અજંતા ગુફાઓનો આ ધોધ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સિલ્લોડ તાલુકામાં સ્થિત વિશ્વ વિખ્યાત અજંતા ગુફાઓમાં આવેલો આ ધોધ સતત વહી રહ્યો છે, તેની સુંદરતા જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ ખેંચાઈ આવે છે. આ દૃશ્ય પ્રવાસીઓ માટે કોઈ ભેટથી ઓછું નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button