ઓલિમ્પિક્સનું લક્ષ્ય રાખો, ફડણવીસે પોલીસ એથ્લેટની રાજ્ય સ્તરીય પરિષદમાં કહ્યું, સરકારની સહાયની ખાતરી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે થાણેમાં કહ્યું હતું કે રમતગમતથી ટીમ સ્પીરિટમાં વધારો થાય છે અને પોલીસ ખાતાના એથ્લેટને ઓલિમ્પિક્સ સહિત ટોચની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી.
2036માં ભારત યજમાન બનવાનું છે ત્યારે દેશની તૈયારી કરી રહ્યું છે ત્યારે એકાત્મિક પોલીસ ટીમના ગઠન માટે મિશન ઓલિમ્પિક્સનું વિઝન આપવામાં આવ્યું છે.
રમતો ટીમ સ્પીરિટમાં વધારો કરે છે. પોલીસ દળો માટે આ તેમની ક્ષમતા દર્શાવવા માટેની મોટી તક છે. સરકાર પોલીસ દળના રમતવીરોને બધી જ સહાય આપવા તૈયાર છે, જેથી તેઓ ઓલિમ્પિક્સ સહિતના ઉચ્ચત્તમ સ્તરે સ્પર્ધા કરી શકે, એમ મુખ્ય પ્રધાને પાંત્રીસમા મહારાષ્ટ્ર પોલીસ સ્પોટર્સ મીટના સમાપન સમારંભમાં બોલતાં કહ્યું હતું.,
ફડણવીસે અગાઉના વર્ષ કરતાં આ વર્ષે સ્પર્ધકોની સંખ્યામાં ઘટાડા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. 2024ની રાજ્ય પોલીસની સ્પર્ધાઓમાં 3500 સ્પર્ધકો હતા, ત્યારે આ વર્ષે ફક્ત 2900 સ્પર્ધકો હતા. તેમણે રાજ્યના ડીજીપીને આગામી સ્પર્ધાઓ માટે આવશ્યક સુધારાના પગલાં લેવાની ભલામણ કરી હતી. રમતોમાં મહિલા સ્પર્ધકોની વધી રહેલી સંખ્યા અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.