મહારાષ્ટ્ર

અમદાવાદમાં એઆઈસીસીનું અધિવેશન: વિદેશ નીતિ, શિક્ષણ, અનામતના મુદ્દે ચર્ચા થઈ શકે: વડેટ્ટીવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આઠમી એપ્રિલથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ રહેલા બે દિવસના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સત્રમાં વિદેશ નીતિ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રમાં અનામતના અમલ પર ચર્ચા થવાની શક્યતા જોવાઈ રહી છે, એમ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગુરુવારે જણાવ્યું હતું.

કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)ના નેતા અધિવેશન માટે ડ્રાફિ્ંટગ કમિટીના સભ્ય છે. આ સત્ર દરમિયાન છથી સાત મુદ્દાઓ પર કોંગ્રેસનું વલણ નક્કી કરવામાં આવશે. વિદેશ નીતિ, શિક્ષણ, ખાનગી ક્ષેત્રમાં અનામતનો અમલ, એસસી, એસટી અને ઓબીસી માટેની અનામતનું રક્ષણ, ફુગાવો અને વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધતા મુખ્ય મુદ્દાઓ છે, એમ તેમણે જણાવ્યું હતું.

આપણ વાંચો: નિગમબોધ ઘાટ પર થશે પૂર્વ વડાપ્રધાન Manmohan Singh નો અંતિમ સંસ્કાર, કોંગ્રેસે માંગી સ્મારક માટે જગ્યા

ડ્રાફ્ટિંગ કમિટી સાતમી એપ્રિલે અમદાવાદમાં તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે મળશે. આ રિપોર્ટ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કરવામાં આવશે.

રાજકીય અને આર્થિક ઠરાવો પર ચર્ચા કરીને તેને અપનાવવામાં આવશે. કોંગ્રેસ એસસી/એસટી/ઓબીસી માટેની હાલની અનામતનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. એ પણ સુનિશ્ર્ચિત કરવા માગીએ છીએ કે સ્વતંત્રતા સંગ્રામના નાયકોનું અપમાન કરનારાઓ નિર્દોષ ન છુટવા જોઈએ, એમ વડેટ્ટીવારે ઉમેર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ ઉમેર્યું કે 64 વર્ષ પછી અમદાવાદમાં આ અધિવેશન યોજાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button