મહારાષ્ટ્ર

એક રૂપિયો તો ભિખારી પણ નથી લેતા, પાક વીમા પર વિવાદાસ્પદ નિવેદન બાદ કૃષિ પ્રધાન મુશ્કેલીમાં

મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર પાક વીમો યોજના ચલાવે છે, જે હેઠળ ખેડૂતોને એક રૂપિયાના નજીવા દરે પાક વીમો મળે છે. આ યોજના વિશે રાજ્યના કૃષિ પ્રધાનના એક નિવેદનની હાલમાં ટીકા થઈ રહી છે. આ યોજના પર સરકારની ઉદારતાનું વર્ણન કરતી વખતે તેમણે એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે જેના કારણે તેઓ ટીકાને પાત્ર બની ગયા છે.

તેમણે ભિખારી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ખેડૂતો ગુસ્સે થયા હતા અને તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રના કૃષિ પ્રધાને શુક્રવારે એવો દાવો કર્યો હતો કે એક રૂપિયો એવી વસ્તુ છે જે ભિખારી પણ લેતા નથી પરંતુ સરકાર આટલી નજીક રકમમાં ખેડૂતોને પાક વીમા આપી રહી છે જેનો કેટલાક લોકો દૂર ઉપયોગ કરી રહ્યા છે. તેમના આ નિવેદન પર કેટલાક લોકોએ ખેડૂતોને ભિખારી સાથે સરખાવવા બદલ તેમની ટીકા કરી હતી.

આપણ વાંચો: વિશ્વકર્મા યોજના’ની મૂળ ભાવના ‘સન્માન, સમર્થન અને સમૃદ્ધિ’ છેઃ PM Modi

કોકાટે એક કૃષિ પ્રદર્શનમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. એ સમયે તેઓ લોકોને એક રૂપિયામાં પાક વીમાં અંગે સવાલોના જવાબ આપી રહ્યા હતા. જ્યારે તેમને એક રૂપિયાની પાક વીમા યોજના અંગે પૂછવામાં આવ્યું કે શું સરકાર એક રૂપિયાની યોજના બંધ કરી 100 રૂપિયાની પાક વીમા યોજના શરૂ કરી રહી છે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે સરકારની એવી કોઇ યોજના નથી, પણ સરકાર અનિયમિતતા અટકાવવા માગે છે.

કોકાટેને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે આ યોજના ખેડૂતો માટે ફાયદાકારક છે કે વીમા કંપનીઓ માટે. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભીખારી પણ એક રૂપિયાની રકમ લેતો નથી ત્યારે અમે એક રૂપિયામાં વીમા કવચ આપીએ છીએે અને તોય કેટલાક લોકો તેનો દુરૂપયોગ કરવાનું વિચારે છે.

આપણ વાંચો: આંગણવાડી સેવિકાઓને 10 લાખનો વીમો, દિવ્યાંગોને બઢતી

કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ તાજેતરમાં નાગપુરમાં એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે ઠેકઠેકાણે એક કૃષિ પ્રધાન રૂમ શરૂ કરવામાં આવશે.

નાના પટોલેએ શું કહ્યું?

દરમિયાન કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નાના પટોલેએ મહાયુતિ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે મહાયુતિ સરકારે ખેડૂતોની માફી માગવી જોઇએ. તેમને એક રૂપિયામાં પાક વીમા કવચ આપવામાં આવ્યું હતું તે વધારીને હવે 100 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, ઉપરાંત કૃષિ પ્રધાન ખેડૂતોની સરખામણી ભિખારીઓ સાથે કરી તેમનું અપમાન કરી રહ્યા છે.

કોકાટેએ કરી સ્પષ્ટતાઃ

આ મામલે બાદમાં કોકાટેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમના વિધાનને વિકૃત રીતે લેવામાં આવ્યું છે. તેઓ ફક્ત અનિયમિતતાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે ખેડૂતોનું અપમાન નથી કર્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button