ભાજપ તરફથી ચૂંટણી લડવાની વાત પર અભિનેતા રણદીપ હુડ્ડાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું હું…

મુંબઈ: અભિનેતા રણદીપ હુડ્ડા (Randeep Hooda) તેની આગામી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને લઈને ખૂબ જ ચર્ચા અને વિવાદમાં આવ્યો છે. રણદીપ હુડ્ડાએ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રાજકારણમાં તેની એન્ટ્રી બાબતે મોટો ખુલાસો કર્યો હતો. રણદીપ હુડ્ડા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી લોકસભા ચૂંટણીમાં ઉતરશે એ વાત પર પણ તેણે પોતાનો વિચારો જણાવ્યા હતા હતા.
હિંદુત્વ વિચારક વીર સાવરકરની બાયોપિકને લઈને રણદીપ હુડ્ડા લાઈમ લાઇટમાં આવ્યો છે. આ બધી બાબત વચ્ચે રણદીપ હુડ્ડા ભાજપ તરફથી હરિયાણામાં પોતાના ગામ રોહતકની સીટ પરથી ચૂંટણી લડે એવી ચર્ચા હતી. જોકે આ બધી વાતને રણદીપ હુડ્ડાએ નકારી કાઢી હતી. રણદીપ હુડ્ડાએ કહ્યું હતું કે ફિલ્મ કરિયર છોડીને રાજકારણમાં આવવાનો હમણાં સમય નથી. હું માત્ર મારી એક્ટિંગ પર ધ્યાન આપવા માગું છું.
રાજકારણમાં સામેલ થવા બાબતે રણદીપ હુડ્ડાએ કહ્યું કે રાજકારણ ફિલ્મ મેકિંગ અને એક્ટિંગ જેટલું જ મુશ્કેલ છે. હું એક્ટિંગની બાબતમાં હું ખૂબ ઈમાનદાર છું અને અભિનયને સાચા દિલથી ભજવું છું. જો હું ભવિષ્યમાં રાજકારણમાં સામેલ થઈશ તો તેમાં હું ફૂલટાઈમ કામ કરીશ.
હું એવો વ્યક્તિ છું કે એક સમયે એક જ કામ કરે છે. હમણાં મારી પાસે એક અભિનેતા તરીકે કામ કરવા માટે ફિલ્મો છે અને ડિરેક્ટર તરીકે પણ કામ કરવામાં મને મજા આવે છે, એવું રણદીપ હુડ્ડાએ કહ્યું હતું. રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની વાત કરીએ તો 22 માર્ચે આ ફિલ્મ રીલીઝ થવાની છે. આ ફિલ્મને પહેલા સંજય માંજરેકર ડિરેક્ટ કરવાના હતા પણ કોઈ વિવાદ થતાં રણદીપ હુડ્ડાએ ફિલ્મનું લખાણ અને ડિરેક્ટ કરવાની જાહેરાત કરી હતી.