AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ
અજિત પવાર સહિતના નેતાઓ વિરુદ્ધ તપાસ કરો: અંજલી દામનિયા
મુંબઈ: આમી આદમી પાર્ટી(આપ)ની નેતા અંજલી દામનિયાએ ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને નાના પટોલે સહિતના નેતાઓની આવક વિશે પ્રશ્ર્ન ઊભો કર્યો હતો તેમ જ તેમની વિરુદ્ધ તપાસ કરવાની માગણી પણ કરી હતી.
દામનિયાએ પોતાની આવક વિશે કરવામાં આવેલા આરોપ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે 2014માં મેંં સોગંદનામામાં મારી આવક એક કરોડ રૂપિયાથી વધુ દાખવી હતી અને આ વર્ષે પણ મેં ઇનકમ ટેક્સ ભર્યો છે. વિદ્વાન સૂરજ ચવ્હાણને મારે કહેવું છે કે મારી પાસે પાંચ નહીં, એક જ પાસપોર્ટ છે. હું અનેક દેશોમાં ગઇ હોવાથી તેના પાનાં પૂરા થઇ ગયા હતા. છેલ્લાં બાર મહિનામાં મેં 10 ઇન્ટરનેશનલ ટ્રીપ કરી છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર જૂથના નેતા સૂરજ ચવ્હાણ અને અમોલ મિટકરીએ અંજલી દામનિયાની આવક અને તેમના વિદેશ પ્રવાસ વિશે સવાલ ઊભો કર્યો હતો, જેની પ્રતિક્રિયા આપતા દામનિયાએ ઉક્ત આરોપો કર્યા હતા.
દામનિયાએ કહ્યું હતું કે અજિત પવારની ગુલાબી યાત્રા મેં જોઇએ. પક્ષમાં 40 ગાડીઓની તેમણે લ્હાણી કરી. આ પૈસા ક્યાંથી આવ્યા? શરદ પવારથી છૂટા પડ્યા બાદ પૈસા ક્યાંથી આવ્યા?તમારી માતા-બહેનને રિચાર્જ કરનારી મહિલા કહીએ તો કેવું લાગશે? ભ્રષ્ટાચારે રાજ્યને બરબાદ કર્યો છે. મારી પાસે બધા રાજકીય નેતાઓની વિગતો છે. હું તેમની વિરુદ્ધ લડીશ જ.
નાના પટોલે જેવા નેતા પાંચ લાખની આવક અને ઉદ્ધવ ઠાકરે જેવા નેતા એક-બે કરોડ રૂપિયાની આવક દાખવે છે એ તમને કેટલા હદે ખરું લાગે છે?અજિત પવાર સહિત બધાની વિરુદ્ધ તપાસ થવી જોઇએ. અમે બધી વસ્તુના પૈસા ભરીએ છીએ અને તેનો હિસાબ પણ છે. પૈસાનો વ્યવહાર ડિજિટલ રીતે કહરીએ છીએ. 65 દેશની યાદી છે જ્યાં હું ગઇ છું.