નાગપુરમાં આકાશમાંથી ઘરની છત પર પડ્યો ધાતુનો ટુકડો, લોકોમાં જાગ્યું કૌતુક

નાગપુરઃ નાગપુરમાં એક વ્યક્તિના ઘરની છત પર અવકાશમાંથી ધાતુનો એક ટુકડો પડ્યો હતો. આ બનાવને લઈને નાગપુરવાસીઓમાં જોરદાર આશ્ચર્ય થયું છે કે આ ટુકડો અંતરિક્ષનો કાટમાળ તો નથી?
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકામાં બની છે. આ બનાવ અંગે નાગપુર પોલીસનું કહેવું છે કે શનિવારે સવારે 4 વાગ્યે કોસે લે આઉટ સ્થિત મકાનની છત પર અવકાશમાંથી ધાતુનો ટુકડો પડ્યો હતો. પોલીસની એક ફોરેન્સિક ટીમ દ્વારા વસ્તુની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આપણ વાંચો: અવકાશમાંથી કેવું દેખાય છે રામમંદિર? ISROએ લીધી અયોધ્યાની તસવીરો
દરમિયાન સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ અંતરિક્ષમાંથી પડેલો કાટમાળ તો નથી. લોકોનું કહેવું છે કે આ સ્ટીલની વસ્તુ સવારના ચારથી સવા ચાર વાગ્યાની વચ્ચે કોઈ ધાતુની વસ્તુ છતની દીવાલ પર પડી હતી. અમુક લોકોએ આ કોઈ ખગોળીય ઘટના હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
આ બાબત અંગે સ્કાય વૉચ ગ્રુપના પ્રમુખ અને ખગોળ વિજ્ઞાનમાં રુચિ ધરાવતા સુરેશ ચોપને દાવો કર્યો હતો કે આ ધાતુનો ટુકડો અંતરિક્ષમાં મોકલેલા ઉપગ્રહના રોકેટ બુસ્ટરનો કોઈ ભાગ પણ હોઈ શકે છે. અહીં એ જણાવવાનું કે આ અગાઉ ગુજરાતમાં પણ આવી કોઈ વસ્તુ પડી હતી.