ખોટા કાગળપત્રો બતાવી પોતાની બદલી કરાવનાર શિક્ષિકાઓ સામે ફરિયાદ દાખલ
અહમદનગર: ખોટા કાગળપત્રો બતાવી અનેક વખત સરકારી સુવિધાઓનો ગેરલાભ લેતા અનેક વ્યક્તિઓ પકડાયા છે. હવે અહમદનગરના સરકારી શાળાના એક શિક્ષિકાએ પોતે છૂટાછેડા લીધા હોવાના ખોટા દસ્તાવેજો આ શિક્ષિકાએ બતાવી પોતાની બદલી (ટ્રાન્સફર) કરવી લીધી હતી. આ મામલે વધુ તપાસ કરતાં અનેક લોકોએ દિવ્યાંગ અને છૂટાછેડા લીધેલા હોવાના ખોટા દસ્તાવેજો જમા કરવી પોતાના મનગમતા સ્થળે બદલી કરવી લેવાનું ચિત્ર સામે આવ્યું છે.
પ્રશાસને જણાવ્યુ હતું કે વર્ષ 2017 થી લઈને 2022 સુધી અનેક કર્મચારીઓએ ખોટા દાખલા રજૂ કર્યા હોવાની માહિતી સામે આવી છે. ખોટા દસ્તાવેજો બતાવનાર દરેક જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માગણી જીલ્લા પરિષદ સામે કરવામાં આવી રહી છે. પણ આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પ્રશાસનનું આ મામલે ધ્યાન દોર્યું છે.
હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ગયા પાંચ વર્ષના ખોટા દસ્તાવેજો બતાવી પોતાની બદલી કરાવેલા શિક્ષકો પાસેથી કારણ અને તેની માહિતી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ગેરપ્રકાર છેલ્લા અનેક સમયથી ચાલતો હોવાની માહિતી ફરિયાદકર્તાએ આપી હતી, પણ કોઈપણ પગલાં ન લેવાતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી દોષી વ્યક્તિઓ સામે ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવે એવી માગણી કરી હતી.તેમણે જણાવ્યુ હતું કે અપંગ અથવા છૂટાછેડા લીધા છે એવા દસ્તાવેજો બતાવી અનેક મહિલા શિક્ષકોએ પોતાની બદલી કરવી છે. છૂટાછેડા લીધા છતાં તેઓ પોતાના પતિ સાથે રહે છે. હવે આ મામલે કેટલા ખુલાસાઓ થશે એ જોવાનું રહેશે.