હદ કરી હેવાનેઃ જાલનામાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર કરી રસ્તા પર ફેંકી દેવાઈ
જાલના: મહારાષ્ટ્રના જાલનામાં એક અજાણ્યા વ્યક્તિએ નવ વર્ષની બાળકીને કથિત રીતે ડ્રગ્સ આપી તેના પર બળાત્કાર ગુજારવામા આવ્યો હતો અને પછી તેને રસ્તા પર છોડી દેવામાં આવી હોવાનું, પોલીસે જણાવ્યું હતું.
ચંદનઝિરા વિસ્તારમાં રવિવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે બનેલી આ ઘટના પછી બાળકીને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં અને બાદમાં છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, એમ તેઓએ જણાવ્યું હતું.
પોલીસ અધિક્ષક અજય કુમાર બંસલે જણાવ્યું હતું કે આ મામલે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પુરાવા મુજબ એક વ્યક્તિ આ ગુનામાં સામેલ હોવાની શંકા છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
રોષે ભરાયેલા સ્થાનિકોએ છત્રપતિ સંભાજીનગર રોડ પર ‘રાસ્તા રોકો’ આંદોલન કર્યું હતું અને ગુનેગારને સજામાં આપવાની માંગ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે બાળકી ઘરે એકલી હતી ત્યારે ગુનેગારે તેને ઘરેથી ઉપાડી લીધી હતી અને તેને ડ્રગ્સ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને રસ્તામાં છોડી દીધી હતી.
પીડિતાની માતા જ્યારે ઘરે પરત આવી ત્યારે તેને તેની પુત્રી મળી ન હતી. ઉગ્ર શોધ કર્યા પછી, તેમને નજીકની શેરીમાં છોકરી મળી. પોલીસના જણાવ્યા મુજબ ઉગ્ર તપાસ બાદ બાકી રસ્તા પરથી મળી આવી હતી. બાદમાં મહિલાએ ચંદનઝીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.