Nagpurમાં રોડના કિનારે ઉભેલા 6 લોકોને દારૂ પીધેલ કારચાલકે ઉડાવ્યા

નાગપુર: હીટ એન્ડ રનની બની રહેલી ઘટનાઓ સામાન્ય માણસોના જીવની સામે જોખમ ઊભું કરનારી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં પૂરઝડપે આવતી એક કારે રોડની કિનારે ઉભેલા 6 લોકોને ઉડાડી દીધા હતા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે. આખી ઘટના CCTVમાં કેદ થઈ છે.
આ ઘટના આજે 15 જૂનના રોજ સર્જાય હતી કે જ્યાં પૂરઝડપે આવી રહેલી એક કારે 6 લોકોને અડફેટે લીધા હતા. આખી ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં રોડના કિનારે ઉભેલા અમૂક લોકોને પુરપાટ ઝડપે આવી રહેલી કારે અડફેટે લીધા હતા. આ ઘટના નાગપૂરની કે. ડી. કે. કોલેજ પાસે બની હતી. આ ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જો કે આ અકસ્માત બાદ પોલીસે કાર ડ્રાઈવરની ધપકડ કરી છે. ડ્રાઈવર નશામાં ધૂત હોવાથી તેનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. ઘટનાને લઈને નાગપુરના નંદનવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથધરી છે.
થોડા દિવસો પહેલા જ મુંબઈ -બેંગલુરુ હાઇવે પર પણ કાર અકસ્માત સર્જાયો હતો. તે ઘટનાના દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા હતા કે જેમાં રસ્તાના કિનારે ઊભેલી એક મહિલાને કાર ચાલકે કચડી દીધી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે મહિલા ફંગોળાઈને કેટલાય ફૂટ દૂર પડી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી.