ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં લગ્નમાં જતી ખાનગી બસ ઊંધી વળતા પાંચનાં મોત

પુણેઃ રાજ્યના રાયગઢ જિલ્લામાં લગ્નમાં જઈ રહેલી ખાનગી બસનો ભીષણ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ. આજે સવારના લગ્નમાં જઈ રહેલી ખાનગી બસ ઊંધી વળતા પાંચ જણનાં મોત થયા છે, જ્યારે 27 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું પોલીસે અધિકારીએ જણાવ્યું હતું. ઘટનાસ્થળેના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આજે સવારના સવા નવ વાગ્યાના સુમારે મનગાંવના તામ્હિની ઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસ પુણેના લોહેગાંવથી મહાડના બીરવાડી જઈ રહી હતી, ત્યારે એક ટર્નિંગમાં બસચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, પરિણામે બસે પલટી ખાધી હતી. આ અકસ્માતની જાણ થયા પછી પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી.

મૃતકમાં 3 મહિલા, 2 પુરુષનાં મોત
અકસ્માતમાં બે પુરુષ અને ત્રણ મહિલાનાં મોત થા છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ચાર મૃતકની ઓળખ કરવામાં આવી છે. ચાર જણમાં સંગીતા જાધવ, ગૌરવ દરાડે, શિલ્પા પવાર અને વંદના જાધવ નામે ઓળખ કરવામાં આવી છે, જ્યારે હજુ સુધી એક જણની ઓળખ થઈ શકી નથી.

Also read: છત્તીસગઢમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માત: 6 જણનાં મોત

જયપુરમાં એલપીજી ટેન્કરમાં આઠનાં મોત
મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માતના સમાચારની સાથે આજે રાજસ્થાનના પાટનગર જયપુરમાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. એક એલપીજી ટેન્કરની વાહન સાથે ટક્કર થઈ હતી, ત્યાર બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે અન્ય વાહનોને પણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 35 લોકોને ગંભીર ઘવાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button