નાગપુરમાં “બર્ડ ફ્લૂ” થી 3 વાઘ, એક દીપડાના મોત.. મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ..
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર નજીક ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટરમાં બર્ડ ફ્લૂ (એવિયન ફ્લૂ H5N1) વાયરસને કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ ડિસેમ્બર 2024 ના અંતમાં નોંધાયા હતા. આ મૃત્યુની જાણકારી મળ્યા બાદ સત્તાવાળાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જારી ક કર્યું છે.
માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ પછી પ્રાણીઓને ડિસેમ્બરમાં ચંદ્રપુરથી ગોરેવાડામાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વાઘ 20 ડિસેમ્બરે અને વધુ બે 23 ડિસેમ્બરે મૃત્યુ પામ્યા હતા.
તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેમના અંગોના નમૂનાઓ ભોપાલમાં ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ (નિષાદ) (વેટરનરી લેબોરેટરી)ને મોકલવામાં આવ્યા હતા. લેબના પરિણામો 1લી જાન્યુઆરીએ આવ્યા હતા, જેમાં આ પ્રાણીઓ H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાનું જણાયું હતું.
આપણ વાંચો: માણસમાં બ્લડ ફ્લુના કેસની WHOએ કરી પૃષ્ટિ, પશ્ચિમ બંગાળનો બાળક સંક્રમિત
ત્યાર બાદ અધિકારીઓએ આ કેન્દ્રમાં 26 ચિત્તા અને 12 વાઘના પરીક્ષણો કર્યા હતા અને તે બધા સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં અધિકારીઓ H5N1 વાયરસના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે બર્ડ ફ્લૂનો ચેપ હોય તેવા અન્ય પ્રાણીઓનું માંસ ખાવાથી અથવા કાચુ માંસ ખાવાથી જંગલી પ્રાણીઓને આ રોગ થઈ શકે છે.
બર્ડ ફ્લુ શું છે?
બર્ડ ફ્લૂ, જેને એવિયન ફ્લુ અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક અત્યંત ચેપી વાયરલ રોગ છે જે પ મરઘાં અને અન્ય પક્ષીઓ અને પ્રાણીઓને સંક્રમિત કરી શકે છે. અને ક્યારેક મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. બર્ડ ફ્લૂના ઘણા પેટા પ્રકારો છે, જેમાં H5N8, H5N5, H5N1 અને H7N9નો સમાવેશ થાય છે.
આપણ વાંચો: Corona કરતા 100 ગણી ખરાબ સ્થિતિ થઇ શકે છે! આ virus ફાટી નીકળવાનાની શક્યતા
આ બધામાં H5N1 સૌથી ઘાતક છે. જો લોકો આવા ચેપગ્રસ્ત પક્ષીઓ અથવા પક્ષીઓની ડ્રોપિંગ્સના નજીકના સંપર્કમાં આવે તો તેમને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે. જોકે, મનુષ્યને લાગતો ચેપ સામાન્ય રીતે હળવો હોય છે અને ક્યારેક જ કોઇ દર્દીને આઇસીયુની જરૂરત પડી શકે છે. એના લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું અથવા ભરેલું નાક, સ્નાયુ અથવા શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે.