ડ્રગ્સ કેસમાં જામીન માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા…

થાણે: થાણે જિલ્લામાં ડ્રગ્સ કેસમાં આરોપીના જામીન માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજ કરવા બદલ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 23 નવેમ્બર અને 24 ડિસેમ્બર, 2024 દરમિયાન આ ગુનો આચરવામાં આવ્યો હતો.
થાણે નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના કાલાચોકી પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ દાખલ કેસમાં ધરપકડ કરાયેલા અમુક શખસોને જામીન અપાવવા માટે ઉપરોક્ત સમયગાળામાં થાણેની કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમને શંકા છે કે એક કરતા વધુ વ્યક્તિઓએ કોર્ટને ગેરમાર્ગે દોરવા અને આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં મદદ કરવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરવા અને રજૂ કરવાનું કાવતરું ઘડ્યું હશે.
એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના થાણે યુનિટની ટીમના સભ્યોએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે 1 જાન્યુઆરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



