વિદર્ભની સ્થિતિ મહાયુતિ માટે લાભદાયક: ફડણવીસ વડા પ્રધાનની રેલીથી મોટો વિજય સુનિશ્ર્ચિત થશે
નાગપુુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે વિદર્ભની સ્થિતિ મહાયુતિ માટે અત્યંત સકારાત્મક છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઆ સકારાત્મક મહાયુતિના મોટા વિજયમાં
પરિવર્તિત થશે. અહીં પત્રકારોને સંબોધતાં તેમમે કહ્યું હતું કે બેઠકોની વહેંચણી હવે કેટલીક બેઠકો માટે અટકેલું છે.
આ મતદારસંઘોમાં ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન થવાનું છે. વિદર્ભમાં વડા પ્રધાનની રેલી પહેલાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એમ તેમણે ચંદ્રપુરમાં વડા પ્રધાનની રેલી પહેલાં કહ્યું હતું. મનસેના નેતા રાજ ઠાકરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ગયા મહિને મળ્યા હતા અને એવા સંકેત આપ્યા હતા કે ભાજપ તેમની સાથે ગઠબંધન કરવા વિચારી રહ્યું છે.
આપણ વાંચો: વિદર્ભ ભઠ્ઠીમાં શેકાયું: અકોલામાં પારો ૪૨.૮ ડિગ્રી
ભાજપ તેમનો સાથ લઈને ચૂંટણીમાં સરસાઈ મેળવવા માગે છે. ભાજપે મનસે સાથે કેટલીક ચર્ચાઓ કરી છે અને જ્યારથી મનસેએ હિન્દુત્વનો એજેન્ડા અપનાવ્યો છે ત્યારથી બંને પક્ષો નજીક આવી રહ્યા છે, એમ ફડણવીસે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે મને એવું લાગી રહ્યું છે કે રાજ ઠાકરે અને મનસે આ વખતે મહાયુતિને અને મોદીજીને સમર્થન આપશે. તેમણે અને તેમની પાર્ટીએ નિર્ણય લેવાનો છે.
હું એવી અપેક્ષા રાખું છું કે તેઓ મોદીને આ વખતે સમર્થન આપશે. પીઢ નેતા એકનાથ ખડસેની ઘરવાપસી અંગે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભાજપમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરવા માગતી હોય અને મોદીજીમાં વિશ્ર્વાસ વ્યક્ત કરનારાનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. જોકે, પાર્ટીએ હજી સત્તાવાર રીતે અમને આવી જાણકારી આપી નથી. જ્યારે પાર્ટી તેમના પક્ષપ્રવેશની જાણકારી આપશે ત્યારે અમે તેમનું સ્વાગત કરીશું.