ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણી પહેલાં ઈલેક્શન કમિશન એક્શનમાંઃ ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવને હટાવાયા

નવી દિલ્હી: લોકસભા-2024ની ચૂંટણીનું પહેલું નોટિફિકેશન જાહેર કરવામાં આવે તે પહેલાં જ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતાં ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ બહાર પાડ્યો છે. દેશમાં ચૂંટણી પ્રક્રિયા કોઈપણ ધાંધલી વગર નિષ્પક્ષ રીતે પાર પડે તે માટેનો હેતુ હોવાનું કહેવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીનું પહેલું નોટિફિકેશન 20મી માર્ચે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો

Chief Election Commissioner Rajiv Kumarએ એવું તે શું કહ્યું કે લોકોએ તાળીઓ પાડી, હસી પડ્યા?


ચૂંટણી પંચે આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાનો પણ આદેશ આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વખતથી અલગ અલગ હિંસાના બનાવો પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે અને કાયદો તેમ જ વ્યવસ્થાની સ્થિતિ પશ્ચિમ બંગાળમાં તૂટી પડી હોવાનો ગંભીર આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો.

ક્યા રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ?

ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટીતંત્ર વિભાગના સચિવને પણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારોને ક્યા વધારાના નિર્દેશ?

ચૂંટણી પંચે આ ઉપરાંત રાજ્ય સરકારોને એવા અધિકારીઓની ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યોે છે કે જેઓ પોતાના ગૃહ જિલ્લામાં જ ત્રણ વર્ષથી વધુ સમયથી કાર્યરત હોય. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુના નેતૃત્વમાં આયોજિત એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અધિકારીઓને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે તેઓ પોતાના રાજ્યોમાં બે-બે વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આવું યોગ્ય માનવામાં આવતું નથી.

બંગાળમાં ત્રીજી વખત કાર્યવાહી

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ માટે આવા પ્રકારની કાર્યવાહી પહેલી વખત થઈ રહી નથી. આ પહેલાં 2016માં વિધાનસભાની ચૂંટણી વખતે તેમ જ 2019ની લોકસભાની ચૂંટણી વખતે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button