લોકસભા ચૂંટણીઃ 85 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો ઘરે બેસીને મતદાન કરી શકે પણ

મુંબઈ: ચૂંટણી પંચે આ વર્ષે પહેલાં દિવ્યાંગોને અને 85 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો માટે ઘરે બેસીને મતદાન કરી શકે એવો વિકલ્પ કરી આપ્યો છે. આવા મતદાતાઓનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. ઘરે મતદાન કરનારાઓ મતદાનના 10 દિવસ પહેલાં મતદાન કરી શકશે.
મુંબઈ, થાણે સહિત 13 જગ્યાએ પાંચમા તબક્કામાં 20મી મેના રોજ મતદાન થવાનું છે. એ પહેલાં 9થી 19 મે દરમિયાન પાત્ર હોય એવા અને ઘરે મતદાન કરી શકે એવા લોકો માટે મતદાનનો વિકલ્પ સ્વીકારવામાં આવ્યો છે. એ વ્યક્તિના ઘરે જઇને ચૂંટણી અધિકારી મુલાકાત કરશે. સંબંધિત મતદારના ઘરે એક નાનકડી જગ્યામાં મતદાનકેન્દ્ર તૈયાર કરવામાં આવશે.
અંતિમ નામનું બેલેટ પેપર, મતદાન સ્વીકારવા માટે સીલ મતપેટી રાખવામાં આવશે. મતદાન ગુપ્ત રહે એ માટે પૂઠાંનું આવરણ લગાવવામાં આવશે. પસંદગીના ઉમેદવારને મત આપીને બેલેટ પેપર સીલબંધ મતપેટીમાં નાખવામાં આવશે. ચૂંટણી અધિકારી, પોલીસ, વીડિયોગ્રાફર અને સંબંધિત પક્ષનો પોલિંગ એજન્ટ હાજર રહેશે. 1લી મે સુધી ઘરે થનારા મતદાનની યાદી તૈયાર કરવામાં આવશે.
આવા પ્રકારનું મતદાન સૈપ્રથમ વાર થઇ રહ્યું છે. થોડું જોખમી છે, પણ અમે સુરક્ષિતતાની દૃષ્ટિએ અમારી પૂરેપૂરી તૈયારી છે. ઘર બેસીને થનારા મતદાન માટે પાત્ર એવા કેટલા મતદારોએ આ વિકલ્પ સ્વીકાર્યો છે. તેની યાદી તૈયાર થયા બાદ એ દૃષ્ટિએ ટીમ તૈયાર કરવામાં આવશે. નક્કી કરવામાં આવેલા 10 દિવસમાં તેનું મતદાન કરવામાં આવશે, એવું મુંબઈના જિલ્લાધિકારી સંજય યાદવે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમા તબક્કામાં થનારી લોકસભાની ચૂંટણીમાં 13 મતદારસંઘનો સમાવેશ થાય છે. મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર મધ્ય, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, ધુળે, દિંડોરી અને નાશિકનો સમાવેશ થાય છે.
મુંબઈ શહેરમાં દક્ષિણ મુંબઈ અને મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા મતદાર સંઘ આવે છે. આમાં 10 વિધાનસભા મતદારસંઘનો સમાવેશ થાય છે. જેમાં 85 કરતાં વધુ વય ધરાવતા નાગરિકોની સંખ્યા 55,766 છે, જ્યારે દિવ્યાંગોની સંખ્યા 5437 છે.