આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર

મુંબઈ: શરદ પવાર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના વર્તનથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓની બેઠકમાં શરદ પવારે કહ્યું કે મહાવિકાસ અઘાડીના સહયોગીઓ ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહ્યા. શિવસેના અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સીટો પર ઉમેદવારો જાહેર કરવાથી પવાર નારાજ છે.

શિવસેનાએ બુધવારે (27 માર્ચ) મહારાષ્ટ્રની 17 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. શિવસેના (યુબીટી)એ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં 22 બેઠકો પર ચૂંટણી લડશે. તો કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શરદ પવારની પાર્ટીએ હજુ સુધી ઉમેદવારોની કોઈ જાહેરાત કરી નથી.

મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણીના કરારને લઈને અવિભાજિત શિવસેના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)થી અલગ થયા બાદ સાવંતે કેન્દ્રીય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજન વિચારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગૃહ મતવિસ્તાર થાણેનું પ્રતિનિધિત્વ કરે છે. શિંદેના બળવાના કારણે 1966માં બાળ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેનામાં ભાગલા પડ્યા હતા.

આપણ વાંચો: મહારાષ્ટ્ર માટે સીટ શેરિંગની ફોર્મ્યુલા ફાઈનલ, કોંગ્રેસ-શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કેટલી મળશે સીટો? જાણો

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના રાજ્યમાં મહા વિકાસ અઘાડી (એમવીએ)નો ઘટક છે. કોંગ્રેસે માત્ર કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. ઉત્તર પ્રદેશ (80 બેઠકો) પછી, મહારાષ્ટ્ર સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતું રાજ્ય છે. રાજ્યમાં 19 એપ્રિલથી પાંચ તબક્કામાં મતદાન થશે.

શરદ પવારે પોતાની પાર્ટીના પદાધિકારીઓની બેઠકમાં એમ પણ કહ્યું હતું કે જ્યારે બેઠકોની વહેંચણી પર ચર્ચા ચાલી રહી હતી તો પછી એમવીએના ઘટક પક્ષો દ્વારા અલગ અલગ બેઠકો કેમ જાહેર કરવામાં આવી? પહેલા કોંગ્રેસ અને પછી ઉદ્ધવ ઠાકરે શિવસેનાએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે શરદ પવારની પાર્ટી એનસીપી પણ પોતાની સીટોની અલગથી જાહેરાત કરશે. શરૂઆતમાં એમવીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એકસાથે બેઠકોની જાહેરાત કરવાની હતી પરંતુ હવે તમામ પક્ષો અલગ-અલગ બેઠકો અને ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે.

સંસદીય બેઠકો પર 10 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અને એનસીપી (શરદચંદ્ર પવાર) પક્ષ દ્વારા પહેલા તબક્કામાં પાંચ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે, એવું જાણવા મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button