Lok Sabha Election: અંતિમ તબક્કામાં 57 બેઠક પર ૨૯૯ ઉમેદવાર કરોડપતિ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના સાતમા અને અંતિમ તબક્કા માટે ૧લી જૂન એટલે કે શનિવારે મતદાન થશે. અંતિમ તબક્કામાં દેશના આઠ રાજ્યોમાં ૫૭ બેઠક માટે મતદાન થશે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એનડીએ) દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર અંતિમ તબક્કામાં મેદાનમાં ઉતરેલા ૯૦૪ ઉમેદવારોમાંથી ૨૯૯ કરોડપતિ છે. આ કરોડપતિઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ૪૪ ઉમેદવાર છે. ત્યાર બાદ કોંગ્રેસના ૩૦ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ૨૨ ઉમેદવાર છે.
આ પણ વાંચો: પૂર્વાંચલની આ 8 સીટો ભાજપનો ખેલ બગાડી શકે છે, જાણો વિગત
જો ગુનાહિત ઉમેદવારોની વાત કરવામાં આવે તો ચૂંટણીના અંતિમ તબક્કામાં ૧૯૯ ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે ૧૫૧ ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
સાતમાં તબક્કામાં સૌથી વધુ ગુનાહિત ઉમેદવારો ભાજપ(૨૩) સાથે જોડાયેલા છે. ત્યારબાદ બસપા (૧૩) અને કોંગ્રેસ (૧૨) આવે છે. 25મી મેના છઠ્ઠા તબક્કા દરમિયાન 58 બેઠકનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.