મનોરંજનવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘પોલિટિક્સ’માં કંગનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર બબાલ શરુ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં આખરે ભારતીય જનતા પાર્ટીએ ફેશન ફેમ કંગના રનૌતને ટિકિટ આપી છે, પરંતુ કંગનાના નામે કોઈના કોઈ પ્રકારે વિવાદ ચાલુ જ રહે છે. હિમાચલના મંડીમાંથી ટિકિટ આપ્યા પછી કોંગ્રેસનાં નેતાએ કંગનાને લગતી ટિપ્પણી કરી નવો વિવાદ ઊભો થયો છે.

આ પણ વાંચો: કંગના રનૌતના રાજકારણમાં જવાના સમાચાર સાંભળીને દુ:ખી થઇ ગયો આ અભિનેતા

જાણીતી અભિનેત્રી કંગના રનૌતને ભાજપ દ્વારા મંડીથી લોકસભા બેઠકની ટિકિટ આપતા કંગનાએ સત્તાવાર રીતે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે. બૉલીવૂડની પંગા ક્વિન તરીકે જાણીતી કંગના રનૌતને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવતા અનેક નેતા અને સેલિબ્રિટીઝે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને હવે ભાજપના વિરોધી કૉંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતેએ કંગના પર ટીકા કરતી પોસ્ટ કરી હતી, જેને લઈને હવે નવો વિવાદ સર્જાયો છે.

કંગનાએ સુપ્રિયા શ્રીનેતની પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કરીને લખ્યું હતું કે ડિયર સુપ્રિયા જી, મેં એક કલાકારના રૂપમાં મારી કારકિર્દીના 20 વર્ષમાં અનેક રોલ પ્લે કર્યા છે. ફિલ્મ ‘ક્વિન’માં એક ભોળી છોકરીથી લઈને ‘ધાકડ’ ફિલ્મમાં એક સ્પાય અને ‘માણિકર્ણિકા’માં એક દેવીથી લઈને ‘ચંદ્રમુખી’માં આત્માનો પણ અભિનય મેં કર્યો છે. ‘રજજો’માં એક પ્રોસ્ટિટ્યુટથી લઈને ‘થલાઇવી’માં એક ક્રાંતિકારી નેતાનો પણ રોલ મેં ભજવ્યો છે. આપણે લોકોએ પોતાની દીકરીઓને રૂઢિ વિચારોથી મુક્ત કરવા જોઈએ.

આ પણ વાંચો: કંગના: સર્જક ને સર્જન

કંગનાએ આગળ લખ્યું હતું કે આપણે દીકરીઓના શરીરના અંગ બાબતે જિજ્ઞાસા રાખવા કરતાં તેનાથી આગળ આવવું જોઈએ. સાથે જ સેક્સ વર્કર્સના પડકારજનક જીવન અને પરિસ્થિતિ વિશે કોઈ અપશબ્દ કે મજાક બનાવવો જોઈએ નહીં. દરેક મહિલા તેની કામગીરીને લઈને ગૌરવને પાત્ર છે, એવું કંગનાએ જણાવ્યું હતું.


સુપ્રિયા શ્રીનેત કૉંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટની અધ્યક્ષ છે. કંગના પર કરેલી આ પ્રકારની ટીકા બાબતે તેણે લખ્યું હતું કે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હશે અથવા કોઈ બીજા પાસે પણ તેનું એક્સેસ હશે, એવું સ્પષ્ટીકરણ તેમણે કર્યું હતું. શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કંગનાની એક તસવીર શેર કરીને ‘માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે કોઈ જણાવશે?’ એવી નીચલા સ્તરની ટીકા કરવામાં આવી હતી, જેને લઈને હવે વિવાદ વકર્યો છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષ તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button