હવે Actress Kangna Ranaut નહીં પણ MP Kangna Ranut, જીત મળતાં જ કહી આવી વાત…

લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Election-2024)નું પરિણામ ધીરેધીરે ક્લિયર થઈ રહ્યું છે અને સવારે આઠ વાગ્યાથી જ લોકોનું ધ્યાન મતગણતરી પર છે. આ વખતે અનેક સેલિબ્રિટીઓએ પણ ચૂંટણીના રણસંગ્રામમાં ઝંપલાવીને પોતાની તકદીર અજમાવવાનું પસંદ કર્યું છે અને એમાંથી જ એક છે બોલીવૂડ એકટ્રસ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut) પણ… ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી હતી અને એની સામે કોંગ્રેસે વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી હતી. મંડીની આ લોકસભાની બેઠક ખૂબ જ મહત્ત્વની ગણાઈ રહી હતી અને આ બેઠક પરથી કંગના રનૌત જિતી ગઈ છે. કંગનાએ 72,000 કરતાં વધુ મતથી વિક્રમાદિત્ય સિંહને હરાવીને જિત હાંસિલ કરી હતી. કંગનાની આ જિતથી તેના ફેન્સ એકદમ ગેલમાં આવી ગયા છે.
ચૂંટણીમાં જિતી ગયા બાદ કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ય પરથી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં કંગના રનૌતે એક પોસ્ટર શેર કરીને બધાનો આભાર માન્યો છે. કંગનાએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે તમામ મંડીના રહેવાસીઓએ આપેલા પ્રેમ અને વિશ્વાસ માટે આભાર… આ જિત તમારી છે. આ જિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. ભાજપ પર વિશ્વાસ કરોસ આ વિજય સનાતન ધર્મનો છે અને આ જિત વિજયના માન-સન્માનની છે…
આજે જ સવારે કંગના રનૌતે આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મંડીએ ક્યારેય દીકરીઓના અપમાનને હળવાશમાં નથી લીધું. વાત કરું મુંબઈ જવાની તો હું ક્યાય જવાની નથી. હિમાચલ એ મારી જન્મભૂમિ છે અને હું અહીંના લોકોની સેવા માટે હંમેશા તત્પર રહીશ, પણ બીજું કોઈ છે જેમણે બેગ ભરીને ક્યાંક તો જવું પડશે, હું ક્યાંય જવાની નથી.

મત ગણતરીની શરૂઆત થઈ ત્યારે કંગના રનૌત પાછળ ચાલી રહી હતી અને તેણે ધબોહી ખાતે આવેલા અંબિકા માતા મંદિરની મુલાકાત લીધી હતી. એનો ફોટો પણ કંગનાએ શેર કર્યો હતો.