નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહે POKનો રાગ આલાપ્યો, ચૂંટણી રેલીમાં પાકિસ્તાન હસ્તક કાશ્મીર મેળવવાનો કર્યો હુંકાર

કોશાંબી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના કોશાંબીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ઉચ્છે છે કે અમે પાકિસ્તાનનું સન્માન કરીએ, પરંતું પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિર (Pok) ભારતનો ભાગ છે અને અમે તેને ફરીથી પાછું મેળવીશું.

તેમણે કહ્યું શું પીઓકે પાછું ના મેળવવું જોઈએ? કોંગ્રેસે કાશ્મિરને વર્ષો સુધી અનૌરસ સંતાનની જેમ રાખ્યું પરંતું અમે કલમ 370 ખતમ કરી, ત્યાં આતંકવાદનો સફાયો કર્યો અને પોતાની સરહદોને સુરક્ષીત કરી, ત્યાં સુધી કે એક બાળક પણ કાશ્મિરની ખુશી માટે ખુશીથી પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશે.

વોટ બેંકની તૃષ્ટિકરણ માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની ટીકા કરતા અમિત શાહે કહ્યું આ પાર્ટીઓએ રામ મંદિરના નિર્માણમાં 70 વર્ષ જેટલું મોડું કર્યું. તેમણે કહ્યું અમે તેમને મંદિરના ઉદઘાટન માટે આમંત્રિત કર્યા, પરંતું તે તેમની વોટબેંકના કારણે આવ્યા નહીં. આ તેમની વોંટ બેંક હતી, જેણે કાશી વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરી દીધી હતી, મોદીજીએ તેને ફરીથી બનાવ્યું.

ગૃહમંત્રીએ લોકોને પુછ્યું કે જો ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોક જીતે છે તો તેમનો પ્રધાનમંત્રી કોણ હશે? તેમણે કહ્યું શું તે શરદ પવાર, મમતા, ઉધ્ધવ, સ્ટાલિન હશે કે રાહુલ બાબા? જો કોરોના માહામારી ફરી પાછી ફરી તો કોણ બચાવશે? આ પીએમ મોદી જ હતા જેમણે 130 કરોડ લોકોનું રસીકરણ માટે રસીકરણ અભિયાન શરૂ કર્યુ,

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે રસીકરણ શરૂ થયું તો અખિલેશ યાદવે કહ્યું હતું કે આ તો મોદીની વેક્સિન છે, પરંતું પછી તેઓ ચુપચાપ અંધારામાં પત્ની સાથે રસી લગાવીને ચાલી નિકળ્યા હતા.

અમિત શાહે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં ભૂ માફિયા સક્રિય હતા, પરંતું યોદી આદિત્યનાથે માફિયાને પ્રદેશમાંથી બહાર કરી દીધા, તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા ડો. બીઆર આંબેડકરનું અપમાન કર્યું, પરંતું પીએમ મોદીએ આંબેડકર સંબંધિત તમામ સ્થાનોનું નવનિર્માણ કરાવવાનો નિર્ણય કર્યો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker